ઘરના મંદિરમાં ભગવાનનું મુખ આ દિશામાં હોવું જોઈએ

Astrology

મિત્રો, ભગવાનની પૂજા કરવા માટે શ્રદ્ધા હોવી જોઈએ કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા હોય છે. ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનની પ્રતિમાનું મુખ સાચી દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે. જો ભગવાનનું મુખ તેમની સાચી દિશામાં ન હોય તો તમારી પૂજા નું કોઈ જ ફળ તમને મળતું નથી. કેટલાક વિશેષ દેવતાઓની દ્રષ્ટિનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે તે હંમેશા સાચી દિશામાં જ પડે. જેમકે ભગવાન ગણપતિની મૂર્તિ કદી પણ એવી જગ્યાએ ન સ્થાપિત કરવી જોઈએ જ્યાંથી તેમની દ્રષ્ટિ ઘરની બહારની તરફ પડતી હોય અન્યથા ઘરની સુખ સમૃદ્ધિ બહાર ચાલી જાય છે.

ગણેશ ભગવાનની ફોટો એવી જગ્યાએ લગાવી જોઈએ જેનાથી તેમની દ્રષ્ટિ તમારા ઘરની અંદર તરફ પડે. ભગવાન શિવની દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે એટલા માટે શિવલિંગનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ તેવી જ રીતે નંદીનું મુખ ભગવાન શિવની પ્રતિમા તરફ હોવું જોઈએ. પૂજા કરતી વખતે જો તમારી પીઠ પશ્ચિમ દિશા તરફ હોય અને તમે પૂર્વ દિશા બાજુ મુખ કરીને પૂજા કરો છો તો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિ ભગવાનને ઘરના મંદિરમાં સ્થાપિત કરવા જોઈએ નહીં. જો તમારે શનિ ભગવાનની પૂજા કરવી હોય તો તેમના મંદિરમાં જઈને કહી શકો છો. શનિ ભગવાનની પ્રતિમા થી આંખો મિલાવવાનો મતલબ છે કે કંઈક અનિષ્ટ થશે.

જો ઘરના મંદિરમાં ગણેશ ભગવાનની મૂર્તિ હોય તો ગણેશજી સાથે લક્ષ્મી માતાની મૂર્તિ પણ અવશ્ય હોવી જોઈએ. એટલું પણ અવશ્ય ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં કોઈપણ દેવી દેવતાની મૂર્તિ કોઈ કપડાં વડે ઢાંકેલી ન હોવી જોઈએ. ઘરના મંદિરમાં કોઈપણ ભગવાનની પ્રતિમાનું મુખ દક્ષિણ કદી પણ ન હોવું જોઈએ. આ રીતે જો તમે તમારા ઘરના મંદિરમાં સાચી દિશા માં ભગવાનની પ્રતિમા નું મુખ રાખવામાં ધ્યાન રાખશો તો ઈશ્વરની દ્રષ્ટિ હંમેશા તમારા ઘરમાં રહેશે ઘરમાં ધન ધિન્ય સાથે ખુશહાલી આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *