ઉતરાયણના દિવસે આ બે વસ્તુને દાનમાં આપી દેજો, જીવનમાંથી બધા જ દુઃખ જતા રહેશે

Astrology

મિત્રો, મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે કરવામાં આવેલું દાન મહાદાન કહેવાય છે. જો તમે ઉતરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો કદી પણ તમારા જીવનમાં ધનની ખોટ રહેશે નહીં. આ વસ્તુઓ દાન કરવાથી આગળના જન્મ માટે પણ પુણ્ય ભેગું કરી શકાય છે. મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. મકરસંક્રાંતિ ને તલ સક્રાંતિ પણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે. એટલે કે મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરનાર વ્યક્તિના જીવનમાંથી ધનનો કદી પણ ક્ષય થતો નથી. મકરસંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તેનું પુણ્ય 10 ઘણું વધી જાય છે.

ઉતરાયણના દિવસે ગોળ અથવા તો ગોળની બનેલી કોઈપણ ચીજ વસ્તુ દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દિવસે ગોળનું દાન કરવાથી સૂર્યના શુભ ફળ પ્રાપ્ત થાય છે. જીવનમાં મીઠાશ વધે છે અને સંબંધોમાં આવેલી દુરી પણ ખતમ થઈ જાય છે. ઉતરાયણના દિવસે ગોળનું દાન કરવાથી માન સન્માન માં વૃદ્ધિ થાય છે. સમાજમાં વ્યક્તિને પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઉતરાયણના દિવસે વસ્ત્રનું દાન પણ અનેક ઘણું વધારે પુણ્ય આપે છે. ઉતરાયણના દિવસે વસ્ત્રનું દાન કરવાથી કુળ વૃદ્ધિ થાય છે. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી તમારા જીવનમાં રહેલા તમામ કષ્ટોનો નાશ થઈ જશે. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી તે જીવનમાં તમને દરેક સંકટમાંથી બચાવશે.

ઉતરાયણના દિવસે સપ્ત ધાનનું દાન કરવું જોઈએ. સપ્ત ધાનમાં ઘઉં, ચોખા,તલ, મગ અડદ, જવ, કંગની જેવા સાત ધાન્યનો સમાવેશ થાય છે. મકર સક્રાંતિના દિવસે સપ્ત અનાજ નું દાન કરવાથી મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. આ સાત પ્રકારના અનાજોનું કરેલું દાન જીવનમાં ધન ધાન્ય ની ખોટ આવવા દેતું નથી. આ દાન કરનાર વ્યક્તિના જીવનમાં હંમેશા સમૃદ્ધિ રહે. તમામ પ્રકારના ગ્રહદોશમાંથી શાંતિ મળે છે. ઉતરાયણના દિવસે ખીચડીનું દાન કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. મકરસંક્રાંતિ નું બીજું નામ ખીચડી પર્વ પણ છે. ઉતરાયણના દિવસે ખીચડી દાન કરવાથી તમને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થશે. ઉતરાયણના દિવસે આ ચીજ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાંથી તમામ પ્રકારના દુઃખ દર્દ દૂર થઈ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *