મિત્રો, માં મોગલે હંમેશા તેના ભક્તોને મદદ કરવા માટે પરચા પુરાવ્યા છે. તમારામાંથી ઘણા ભક્તોએ માં મોગલના પરચા અનુભવ્યા હશે. માતાએ મૃત્યુની સૈયા પર પડેલા ઘણા લોકોને બેઠા કર્યા છે. લાખો લોકોને સંતાન સુખ અપાાવ્યું છે. અને અસંખ્ય લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને વૈભવ ભર્યા છે. જ્યારે કોઈપણ ભક્ત મા મોગલ ને શ્રદ્ધાથી યાદ કરે છે ત્યારે માતાજીની કૃપાથી તેની તમામ ચિંતાઓનો અંત આવી જાય છે કારણ કે મા મોગલ તેના ભક્તોના દુઃખ નિવારણ માટે હંમેશા હાજર હજૂર હોય છે. કહેવાય છે કે શ્રદ્ધાથી માં મોગલ પાસે જનાર કોઈપણ વ્યક્તિ આજ સુધી ખાલી હાથે પાછો વળ્યો નથી અને તેનો અનુભવ તમે પોતે પણ કર્યો હશે.
હમણાં જ આવો એક પરચો માં મોગલે પુરાવ્યો છે. એકદમ પતી જ્યારે દીવ ફરવા ગયા હતા ત્યારે તે દંપત્તિ પાસે રહેલું પર્સ અચાનક જ ખોવાઈ ગયું. વર્ષમાં લગભગ 15000 રૂપિયા જેટલી રકમ હતી. જ્યારે તેમને પૈસાની જરૂર પડી ત્યારે ખબર પડી કે તેમનું પર્સ ખોવાઈ ગયું છે. આ દંપત્તિ મા મોગલના પરમભક્ત હતા. જેવું પર્સ ખોવાઈ ગયાની જાણ દંપત્તિને થઈ તરત જ તેમને માતાજીની બાધા રાખી કે જો તેમને તે પર્સ પાછું મળી જશે તો પર્સમાં રહેલી બધી જ રકમ તે મોગલમાના મંદિરમાં દાન કરી દેશે. બાધા રાખ્યા ના થોડા સમયમાં જે ચમત્કાર થયો તે જાણીને તમે પોતે પણ ચોકી ઉઠશો.
દંપત્તિને જ્યારે ખબર પડી કે તેમનો પર ખોવાઈ ગયું છે ત્યારે તેમને બાધા રાખી અને બાધા રાખતા ના થોડાક જ કલાકોમાં તેમનું પર્સ તેમને પરત મળી ગયું. જેવી તેમને મા મોગલ ની બાધા રાખી તેના થોડાક જ કલાક પછી એક વ્યક્તિએ પર્સ માટે તેમનો સંપર્ક કર્યો. આ વ્યક્તિ અમદાવાદનો રહેવાસી હતો. આ વ્યક્તિએ ખૂબ જ ઈમાનદારીથી દંપત્તિને ₹15,000 અને પર્સ પાછું આપી દીધું. માતાજીનો પરચો મળતા દંપત્તિ ખુશ ખુશાલ થઈ ગયા. પોતે માનેલી માનતા પૂરી કરવા માટે તે કાબરાઉ પહોંચ્યા અને ત્યાં જઈને મણીધર બાપુને 15000 રૂપિયા આપ્યા અને તેમને બનેલી સમગ્ર ઘટના કહી. આવા તો અસંખ્ય પરચાઓ અસંખ્ય ભક્તોને દરરોજ માં મોગલ આપે છે.