મિત્રો, આપણા દરેક ના ઘરમાં આપણે લક્ષ્મી માતાની પૂજા અર્ચના ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરતા હોઈએ જ છીએ. માતા લક્ષ્મીની અસીમ કૃપાથી આપણા દરેકના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. માતા લક્ષ્મીની કૃપા હોય તો આપણે કોઈના સામે હાથ લંબાવવાનો વારો આવતો નથી. માતા લક્ષ્મીને શુક્રવાર ખૂબ જ પ્રિય હોય છે. લક્ષ્મી માતાની શુક્રવારે પૂજા અર્ચના કર્યા બાદ તેમને ખૂબ જ પ્રિય એવા આ પાંચ ભોગ માંથી કોઈપણ એક ભોગ માતાજીને અવશ્ય ચઢાવવો જોઈએ.
લક્ષ્મી માતા જળમાંથી પ્રગટ થયા હતા તેથી જળમાંથી મળતા શિંગોડા લક્ષ્મી માતાને અતિપ્રિય હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દેવી-દેવતાઓને હંમેશા મોસમી ફળ નો ભોગ ધરાવવો જોઈએ. જે મોસમમાં જે ફળ પ્રાપ્ત થતું હોય તેનો ભોગ ધરાવવો જોઈએ. લક્ષ્મી માતાનું એક નામ શ્રી પણ છે. લક્ષ્મી માતાનું પ્રિય ફળ નારિયેળ હોવાથી તેમના નામ ઉપરથી તેમના પ્રિય ફળનું નામ શ્રીફળ પડ્યું છે. લક્ષ્મી માતાને નાળિયેરના લાડુ કે પછી પાણીથી ભરેલા શ્રીફળનો ભોગ અવશ્ય ધરાવવો જોઈએ.
જે રીતે ગણેશજીને લાડુનો પસંદ છે તેવી જ રીતે લક્ષ્મી માતાને પતાસા ખૂબ જ પ્રિય છે. એટલા માટે જ દિવાળીના તહેવારોમાં પણ લક્ષ્મી માતાને પતાસાનો ભોગ લગાવવામાં આવે છે. મહિસાસુર નો વધ કરવા વાળા મહાલક્ષ્મી માતાને મધથી ભરેલું પાન ખૂબ જ પ્રિય હોય છે. જેથી પૂજા પૂરી થયા બાદ દેવીને મધથી ભરેલું પાન અવશ્ય અર્પણ કરવું જોઇએ. મિત્રો માતા લક્ષ્મીની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ માતાજીને પસંદ એવા આ ભોગ માંથી કોઈપણ એક ભોગ અવશ્ય અર્પણ કરવો જોઈએ.