દૂધમાં 1 ચમચી નાખીને પી લો,આ 6 બીમારી થશે છુમંતર

Astrology

મિત્રો, દૂધમાં 1 ચમચી આ વસ્તુ નાખીને પીવાથી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, સાંધાનો દુખાવો, હાર્ટ અટેક જેવી છ બીમારીઓ કદી પણ તમારા શરીરમાં પ્રવેશ નહીં કરે પરંતુ શરત માત્ર એટલી જ છે કે તેનો નિયમિત તમારે ઉપયોગ કરવાનો છે. જો કોઈને દૂધ ન ભાવતું હોય તો હુંફાળા પાણીમાં પણ એક ચમચી આ પાવડર નાખીને પી શકાય છે. આ પાવડર કેવી રીતે બનાવવાનો છે તે બરાબર સમજી લેજો. તેમાં ૧૦૦ ગ્રામ શેકેલી અળસી લેવાની છે. આ અળસીનો મિક્સર વડે પાવડર બનાવી દેવો. પછી તેમાં એક ચમચી સૂંઠનો પાવડર નાખો. બંનેને મિક્સ કરીને પછી અડધી ચમચી તેમાં મેથી પાવડર નાખો. ત્યારબાદ અડધી ચમચી તજ પાવડર નાખો અને અડધી ચમચી હળદર નાખો.

આ બધું મિક્સ કરીને એક હવા ચુસ્ત ડબ્બામાં કે કાચની બરણીમાં ભરીને મૂકી દો. જો 200 ગ્રામ અરસી નું માપ લો તો બધી જ વસ્તુઓનું ડબલ માપ કરી દેજો. પરંતુ એક વાત ધ્યાન રાખજો કે જે વ્યક્તિઓને હાઈપર એસિડિટી કે પિત્તની તકલીફ હોય તેવા લોકોએ મેથી પાવડર ઉમેરવાનો નથી. આ બધાનો બનાવેલો પાવડર દરરોજ રાત્રે હુંફાળા દૂધમાં એક ચમચી નાખીને નિયમિત પીજો. આ પાવડર ઘરના બધા જ સભ્યો પી શકે છે. ઘરમાં નાના-મોટા વડીલો તથા બાળકો પણ દૂધમાં એક ચમચી આ પાવડરને નાખીને નિયમિત પી શકે છે.

આ પાવડર નિયમિત એક મહિનો હુંફાળા દૂધમાં એક ચમચી નાખીને પીવાથી તેનું પરિણામ તમે જાતે જોઈ શકશો. તમારા શરીરમાં એક અલગ જ પૂરતીનો અહેસાસ તમે જાતે અનુભવી શકશો. આ પાવડર ના નિયમિત સેવનથી તમારા શરીરમાં જો કોઈ નસો બ્લોક હશે તો તે પણ ખુલી જશે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ પાવડર રામબાણ ઈલાજ છે તથા શરીરના હાડકા પથ્થર જેવા મજબૂત બની જશે. નિયમિત એક ચમચી આ પાવડર નું સેવન કરનાર વ્યક્તિને હાર્ટ અટેક સપનામાં પણ નહીં આવે. તમારા પરિવારને સ્વસ્થ તેમજ તંદુરસ્ત રાખવા માટે નિયમિત દરરોજ રાત્રે હૂંફાળા દૂધમાં એક ચમચી આ પાવડર અવશ્ય પાજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *