મિત્રો, શનિવારના દિવસે જો તમને આમાંથી કોઈપણ એક વસ્તુ દેખાઈ જાય તો સમજવું શનિદેવ તમારા પર મહેરબાન છે અને જલ્દી તમારો સારો સમય શરૂ થવાનો છે. શનિદેવ સૂર્યપુત્ર અને કર્મ ફળ દાતા છે. મનુષ્યને મોક્ષ આપવા વાળા એકમાત્ર શનિદેવ જ છે. શનિદેવને દારૂ પીવા વાળા લોકો, પર સ્ત્રી સાથે સંબંધ રાખવા વાળા, અપ્રાકૃતિક રૂપથી સંભોગ કરવો, કોઈની પીઠ પાછળ કોઈનું ખરાબ કામ કરવું, માતા પિતા, સેવકો અને ગુરુનું અપમાન કરનાર, દાંતને ગંદા રાખનાર, ભેંસ કે ભેંસોને મારવી, સાપ ,કુતરા અને કાગડાને સતાવનાર શનિદેવને બિલકુલ પસંદ નથી. શનિદેવ અત્યંત ન્યાયપ્રિય છે અને તે ઈમાનદાર લોકોને કદી પણ કષ્ટ નથી આપતા.
શનિદેવ પૃથ્વીના ન્યાયાધીશ છે અને તેમને અન્યાય બિલકુલ પસંદ નથી. શનિવાર શનિદેવનો વાર છે. જો તમને શનિવારે આમાંથી કોઈ પણ વસ્તુ દેખાય તો સમજી લેજો કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે અને તમારા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓનો હવે અંત થઈ જશે. શનિવારના દિવસે સવારે જો તમને કોઈ ભિખારી કે કોઈ નિર્ધન વ્યક્તિ તમારા દરવાજે આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. તમારે તે ભિખારીની ઉચિત મદદ કરવી જોઈએ તેનાથી શનિદેવ પ્રસન્ન થશે. શનિવાર ના દિવસે સવારે કોઈ સફાઈ કરનાર વ્યક્તિનું દેખાવું પણ શુભ માનવામાં આવે છે.
શનિવારે કાળુ કૂતરું દેખાવુ પણ અત્યંત શુભ માનવામાં આવે છે. શનિવારે જો કોઈ કાળું કૂતરું દેખાય તો તેને રોટલી અવશ્ય ખવડાવો તેનાથી તમને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. શનિવારના દિવસે કાળા કાગડાની ઘરના આંગણામાં પાણી પીતો જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો મતલબ એ છે કે તમને ખૂબ જ જલ્દી શુભ સમાચાર મળવાના છે. શનિવારે કાળી ગાયના દર્શન પણ અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે જતા હોય અને રસ્તામાં તમને કાળી ગાય ના દર્શન થઈ જાય તો તમને તે કામમાં અવશ્ય સફળતા મળશે. શનિવારે પીપળાના વૃક્ષના દર્શન થાય તો તમારો દિવસ અવશ્ય શુભ જશે. શનિવારના દિવસે તમને રસ્તામાં ઘોડાની નાળ પડેલી દેખાય તો તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવી જશે. જો તમને શનિવારે આવા સંકેત મળતા હોય તો સમજી લેજો કે તમારો સારો સમય નજીક છે. જય શ્રી કૃષ્ણ