મિત્રો, કળિયુગના દેવ રામ ભક્ત હનુમાનજીને મંગળવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. હનુમાનજી ત્યારે વધારે પ્રસન્ન થાય છે જ્યારે ભક્ત ભગવાન શ્રીરામના નામનો જપ કરે છે. કહેવાય છે કે જ્યાં પણ રામકથા ચાલતી હોય છે ત્યાં હનુમાનજી કોઈના કોઈ રૂપમાં અવશ્ય હાજર હોય છે. જે ભક્ત હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા કરે છે હનુમાનજી તેમના બધા જ કષ્ટ દૂર કરે છે. બજરંગ બલીના બાર નામનો જપ કરવાથી ભક્તોની ઉંમર વધે છે સાથે તેમને સંસારના બધા જ સુખ પ્રાપ્ત થાય છે. સવારે ઊઠીને પથારીમાં જ હનુમાનજીના આ બાર નામનો 11 વખત જાપ કરવાથી વ્યક્તિનું આયુષ્ય વધે છે.
જે લોકો હનુમાનજીના આ બાર નામનો જાપ બપોરના સમયે કરે છે તે વ્યક્તિ ધનવાન થાય છે. બપોરે અને સાંજના સમયે નામ લેવાવાળા લોકો પારિવારિક સુખોથી તૃપ્ત થઈ જાય છે. હનુમાનજીના આ બાર નામ રાતના સુતા સમયે લેવાથી તે વ્યક્તિને શત્રુ સામે જીત પ્રાપ્ત થાય છે. હનુમાનજીના આ બાર નામ લેવાથી હનુમાનજી દશે દિશાથી ભક્ત પર કૃપા વરસાવે છે. ભગવાન શ્રીરામના આશીર્વાદથી હનુમાનજીને અષ્ટ સિદ્ધિ અને નવનીધિનું વરદાન પ્રાપ્ત થયેલું છે. આ અષ્ટ સિદ્ધિ અને નવનિધિ દ્વારા હનુમાનજી ભક્તોનું કલ્યાણ કરવાનું કામ કરે છે. કળિયુગમાં હનુમાનજીના આ બાર નામનો જાપ કરવામાં આવે તો વ્યક્તિની બધી જ સમસ્યાઓ,તકલીફો, વ્યાધીને હનુમાનજી દૂર કરે છે. તમારી મોટામાં મોટી પરેશાનીઓ પણ ક્ષણવારમાં જ ગાયબ થઈ જશે.
ખાસ કરીને બપોરના સમયે હનુમાનજીના આ બાર નામનો જાપ કરવાથી તમારા જીવનમાં પૈસાની ખોટ રહેશે નહીં. હનુમાનજીના આ બાર નામ તમને દેવામાંથી મુક્તિ પણ અપાવશે. જો તમારા જીવનમાં કોઈ જ્ઞાત અજ્ઞાત ભય રહે છે કે પછી તમારા શત્રુઓ તમારા પર હાવી રહે છે તો રાત્રે સુતા સમયે હનુમાનજીના આ બાર નામનો જાપ કરવાથી તમને તે બધામાંથી મુક્તિ મળશે. હનુમાનજીના આ બાર નામનો નિયમિત રૂપથી જાપ કરવાથી હનુમાનજીની વિશેષ કૃપા તમારા પર પ્રાપ્ત થશે. હનુમાનજીના બાર નામ આ પ્રકારે છે.
ૐ હનુમાન
ૐ અંજની સૂત
ૐ વાયુપુત્ર
ૐ મહાબલ
ૐ રામેષ્ટ
ૐ ફાલ્ગુન સખા
ૐ પિંગાક્ષ
ૐ અમિત વિક્રમ
ૐ ઉદધિક્રમણ
ૐ સીતા શોક વિનાયક
ૐ લક્ષ્મણ પ્રાણ દાતા
ૐ દશગ્રીવ દર્પહા
હનુમાનજીના આ બાર નામનો જાપ કરવાથી તમે તમારી દરેક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. જય શ્રી રામ