શાસ્ત્રોમાં લખ્યું છે, કોઈ ગમે તેટલું માગે પણ પોતાના રસોડાની આ 5 વસ્તુ કોઇને આપતા નહીં.

Astrology

મિત્રો, રસોડાની એવી કેટલીક ચીજવસ્તુઓ છે જેને આપણા ઘર માંથી બીજા અન્ય કોઈ વ્યક્તિને આપવાથી તેના નુકસાનકારક પરિણામ ભોગવવા પડે છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સૂર્યાસ્ત પછી સફેદ રંગની વસ્તુઓ, સફેદ રંગનું અનાજ કોઈપણ વ્યક્તિને ભૂલથી પણ આપવું નહીં. જો કોઈ વ્યક્તિને ખૂબ જ જરૂરી હોય તો આપણે તેને બજારમાંથી ખરીદીને આપી શકીએ છીએ પરંતુ આપણા ઘરના રસોડામાંથી સૂર્યાસ્ત બાદ આ ચીજ વસ્તુઓ આપવી નહીં.

ચોખા, લોટ,મીઠું,ખાંડ વગેરે સફેદ રંગના અનાજ અને વસ્તુઓ રસોડામાંથી સૂર્યાસ્ત પછી જો કોઈને આપીએ છીએ તો તે વસ્તુઓની સાથે લક્ષ્મી પણ આપણા ઘરમાંથી ચાલી જાય છે. હળદરને પણ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે સૂર્યાસ્ત બાદ હળદર કોઇ અન્ય વ્યક્તિ ને રસોડામાંથી આપવાથી માતા લક્ષ્મી
ઘરમાંથી વિદાય લઈ લે છે. જેથી આ ભૂલ આપણે કદી પણ કરવી ન જોઈએ.

આપણા રસોડા માં રહેલી વસ્તુ જેમ કે વેલણ,ઓરસિયો,તવિ કદી પણ કોઈને આપવા જોઈએ નહીં. આમ કરવાથી આપણું ભાગ્ય પણ ઓરસીયા વેલણની સાથે આપણા ઘરમાંથી ચાલી જાય છે. એટલે આ 5 વસ્તુઓ આપણા ઘરમાંથી કોઈને આપવી જોઈએ નહીં. પત્નીએ બચત કરીને ભેગા કરેલા પૈસા પણ કોઇ અન્ય વ્યક્તિને ઉધાર આપવા જોઈએ નહીં. કારણ કે ઘરની લક્ષ્મી પાસેથી લક્ષ્મી બીજા કોઈને ઉછીની આપવી જોઈએ નહીં.

આપણા ઘરની સાવરણી પણ ભૂલથી પણ બીજા વ્યક્તિને આપવી જોઈએ નહીં. જો સાવરણી જૂની થઈ ગઈ હોય તો તેને જળ ની અંદર પ્રવાહિત કરી દેવી જોઈએ. સાવરણીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં અને આપણા વડીલો પણ એ કહેલ છે કે સાવરણીને જો ભૂલથી પણ પગ લાગી જાય તો તેને પ્રણામ કરીને માફી માંગી લેવી જોઇએ. એટલા માટે સાવરણી બીજા કોઈ વ્યક્તિને આપવી જોઈએ નહીં. આપણા ઘરની પાંચ વસ્તુઓ કોઇને આપતા પહેલા આટલું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *