મિત્રો, આ સૃષ્ટિમાં જેને પણ જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જેમ દિવસ પછી રાત થાય છે એ મૃત્યુ પછી ફરીથી જન્મ અવશ્ય મળે છે. મૃત્યુ પછી કઈ યોની માં જન્મ મળશે તે તેના કર્મોને આધીન હોય છે. ગરુડ પુરાણ અનુસાર કેટલાક કર્મ કરવાથી ફરીથી મનુષ્ય યોની પ્રાપ્ત થાય છે. કર્મ સારા હોય કે ખરાબ દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. મનુષ્યનો અધિકાર ફક્ત કર્મ કરવાનો છે અને તેનું ફળ આપવાનો અધિકાર ફક્ત પરમાત્મા પાસે હોય છે. આ જન્મ તમને મનુષ્ય યોનિમાં મળ્યો હોય તો આગળનો જન્મ પણ તમને મનુષ્ય યોની માં જ પ્રાપ્ત થશે એવું હોતું નથી. ગરુડ પુરાણ અનુસાર જે પોતાના જીવનમાં સારા કર્મ કરે છે ફક્ત તેમને જ મનુષ્ય જીવનની પ્રાપ્તિ થાય છે.
પૂર્વ કર્મનું જે ફળ છે તે તમારું સંચિત કર્મ છે. સંચિત કર્મના આધારે તમને જે શરીર પ્રાપ્ત થયું છે તે છે પ્રારબ્ધ કર્મ. સંચિત અને પ્રારબ્ધ કર્મના આધારે જ નવા જન્મનું નિર્માણ થાય છે અને તેના આધારે જ નક્કી થાય છે કે તમારો જન્મ 84 લાખ યોનિયોમાંથી કઈ યોનીમાં થશે. એટલા માટે જ જીવનમાં સારા કર્મો ને વધુ મહત્વ આપવું જોઈએ. મહા ઋષિ વાલ્મિકી એ આદિ ગ્રંથ રામાયણમાં કહ્યું છે કે માતા-પિતા,ગુરુ,આચાર્ય નું કદી પણ અપમાન કરવું જોઈએ નહીં. જે વ્યક્તિ તેમનું અપમાન કરે છે તેમને મહા પાપ લાગે છે. તેવા લોકોને નર્કમાં પાપ ભોગવવું પડે છે. તે મનુષ્ય ભલે ગમે તેટલું દાન પુણ્ય કરે પરંતુ તે પાપ દૂર થતું નથી.
જે મનુષ્ય હંમેશા બીજા લોકોની સહાયતા કરે છે અને પશુ,પક્ષીઓ અને અન્ય જીવો પર દયા કરે છે અને કોઈપણ જાતના સ્વાર્થ વગર સંચિત ધનનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં કરે છે તેવા મનુષ્યનો આગળનો જન્મ માનવ યોનીમાં અવશ્ય થાય છે. મનુષ્ય તેના અંતિમ સમયમાં જેના વિશે વિચારીને પોતાના પ્રાણનો ત્યાગ કરે છે તેને આગળનો જન્મ તેના અનુસાર જ મળે છે. જો કોઈ વ્યક્તિ અંતિમ સમયમાં કોઈ સ્ત્રીને યાદ કરતા તેના પ્રાણ નો ત્યાગ કરે છે તો તેનો આગળનો જન્મ સ્ત્રીના રૂપમાં જ થાય છે. જે વ્યક્તિ અંતિમ સમયમાં ઈશ્વરને યાદ કરતા પોતાના પ્રાણનો ત્યાગ કરે છે તે મનુષ્યને મુક્તિ પ્રાપ્ત થાય છે. મૃત્યુના અંતિમ ક્ષણોના વિચાર તેના આગળના જન્મ ને નિશ્ચિત કરે છે. એટલા માટે ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના અંતિમ સમયમાં રામનું નામ જપવું જોઈએ. જય શ્રી કૃષ્ણ