મૃત્યુ પામેલા સ્વજનો સપનામાં આવીને આપે છે આ 7 સંકેત.

Astrology

મિત્રો, દરેક લોકોને ઘણીવાર સપનામાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનો આવતા હોય છે. જન્મ અને મૃત્યુ આ જીવનનું સૌથી મોટું સત્ય છે. આપણામાંથી ઘણા એવા વ્યક્તિઓ હશે જેમને પોતાના સ્વજનોને દુનિયા છોડીને જતા જોયા હશે. ઘણીવાર આ સ્વજનો આપણા સપનામાં આવતા હોય છે અને આ પૈસા અનોખો અને અદભુત હોય છે. આપણા સ્વજનો સપનામાં આવીને આવવા વાળા સમયે થવાની કોઈ સારી કે ખરાબ ઘટના વિશે સંકેતો આપવા માંગતા હોય છે.

મિત્રો સપના આપણને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. આપણા કોઈપણ સ્વજનનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તે હંમેશા આપણા હૃદયની અંદર જીવિત રહે છે. જ્યારે આપણા કોઈ સ્વજન બીમારી બાદ મૃત્યુ પામ્યા હોય અને સપનામાં એકદમ સ્વસ્થ દેખાય તો સમજવું કે તેમનો બીજો જન્મ એકદમ સ્વસ્થ કોઈ સારી જગ્યાએ થઈ ગયો છે. તેઓ સપનામાં આવીને આપણને એ કહેવા માગે છે કે હવે તેઓ ખુશ છે. કોઈ સ્વસ્થ વ્યક્તિની અચાનક મૃત્યુ થયું હોય અને સપનામાં તે બીમાર દેખાય તો તેઓ તમારી પાસે કોઈ ઈચ્છા વ્યક્ત કરવા માંગે છે તેવો સંકેત તેઓ આપે છે. જો સપનામાં આપણું કોઈ સ્વજન બિમાર અવસ્થામાં દેખાય તો સમજવું કે તેમની કોઇ ઇચ્છા હતી જે તેઓ પૂરી કરવા માંગે છે. જો તમને તેમની આ ઇચ્છા વિશે ખબર હોય તો તેને તરત જ પૂરી કરી દેવી જોઈએ.

જ્યારે કોઈ સ્વજન આપણા સપનામાં આવે અને કંઈપણ બોલે નહીં અને આપણને આશીર્વાદ આપે તો સમજવું કોઈ સારું કામ તમારા દ્વારા થવાનું છે અને તેમાં ૧૦૦ ટકા સફળતા મળવાની છે. જો તમારા કોઈ સ્વજન સપનામાં આવીને ઉદાસ દેખાય કે ડર લાગે એવો ચહેરો દેખાય તો સમજવું કે તેઓ તમારા કોઈ કામથી ખુશ નથી. તો એવા કોઈ કાર્યોને જાણીને તેને છોડી દેવા જોઈએ. કારણ કે ભવિષ્યમાં એ કાર્યોનું પરિણામ તમને સારું નહીં મળે. કારણકે સપનાના માધ્યમથી જ આપણા પૂર્વજ જ આપણને ચેતવણી આપવા માંગતા હોય છે. પરંતુ ઘણીવાર આપણે આ સપનાઓને સમજવામાં ભૂલ કરીએ છીએ.

જો સપનામાં આપણા કોઈ સ્વજન કોઈ ચીજ વસ્તુની ઇચ્છા રાખે છે જેમ કે સપનામાં આપણા કોઈ સ્વજને ચંપલ ન પહેર્યા હોય કે ભૂખ્યા હોય તો આ ચીજ વસ્તુઓનું દાન અવશ્ય બ્રાહ્મણોને કરવું જોઈએ. જે કોઈ જરૂરત મંદ વ્યક્તિને આ ચીજ વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ. જો કોઈ સ્વર્ગવાસી વ્યક્તિ સપનામાં ખૂબ જ દૂર દેખાય એટલે કે બ્રહ્માંડમાં તેમના દર્શન થાય તો સમજવું કે આપણા સ્વજનની મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે. અને જો સ્વર્ગવાસી વ્યક્તિ ઘરમાં જ દેખાય કે તમારી આજુબાજુમાં જ દેખાય તો સમજવું કે તે વ્યક્તિને પરિવારનો મોહ હજુ છોડી શક્યા નથી. આપણા સ્વજનો આપણા પૂર્વજો આપણી પાસેથી કઈના કઈ ઈચ્છા રાખતા હોય છે અને જો તેમની આ ઇચ્છાઓ પૂરી ન થાય તો તેઓ સપનામાં આવીને સંકેત આપે છે. આપણે આવા સપનાઓ ને ઓળખી ને આપણા સ્વજનો અને પૂર્વજો માટે થતું કરવું જોઈએ. જય શ્રી ક્રિષ્ના, રાધે રાધે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *