આ લક્ષણો દેખાય તો સમજી લેજો હૃદયમાં કાણું છે

Astrology

મિત્રો, આજના સમયમાં હૃદય ને લગતી બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. જાણકારીના અભાવના કારણે લોકો યોગ્ય સમયે તેને ઓળખી શકતા નથી અને મોડું થઈ જતા ગંભીર રૂપથી હૃદય રોગની બીમારીમાં ફસાઈ જાય છે. હૃદયમાં કાણું હોવું એ હૃદયથી જોડાયેલી એક ગંભીર સમસ્યા છે. આ બીમારી મોટા ભાગે જનમજાત વધારે હોય છે. નાના બાળકોને હૃદયમાં કાણું હોવાની સમસ્યા વધારે જોવા મળે છે. ઘણીવાર માતા પિતા હૃદયમાં કાણું હોવાના લક્ષણને ઓળખી શકતા નથી.

જો હૃદયમાં કાણું હોય તો કેટલાક લક્ષણો દ્વારા જાણી શકાય છે. જો હૃદયમાં કાણું હોય તો યોગ્ય સમયે સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હૃદયમાં કાણું હોવાના કારણે લોહી હૃદયમાં એક ભાગમાંથી બીજા ભાગમાં લીક થાય છે. નવજાત શિશુમાં આ સમસ્યાના લક્ષણો ઝડપથી સમજમાં નથી આવતા. બાળકોને જો હૃદયમાં કાણું હોય તો તેમના શરીરનું તાપમાન વધારે રહે છે. અને ઉનાળા ની ઋતુમાં બાળકને ચક્કર પણ આવી શકે છે.

હૃદયમાં કાણું હોવાના કારણે દર્દીના ફેફસા પર પણ અસર થાય છે. જેના કારણે ફેફસામાં સંક્રમણ પણ થાય છે. બોલતી વખતે અને ચાલતી વખતે શ્વાસ ફુલવો કે શ્વાસ ચડવો પણ હૃદયમાં કાણું હોવાના સંકેતો તરફ ઈશારો કરે છે. હૃદયમાં કાણું હોય તો બાળકના શરીરનો રંગ નીલો પડી જાય છે તેમાં પણ બાળકના હોઠ અને નખ નો રંગ વધારે નીલો દેખાવા લાગે છે. જુના હ્રદયમાં કાણું હોય તેનું વજન ઝડપથી વધતું નથી અને શારીરિક વિકાસ પણ થતો નથી. તો આવા કેટલાક લક્ષણો દેખાય તો સહેજ પણ મોડું કર્યા વિના તમારા આસપાસના ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી જોઈએ. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *