આ 4 કામ કર્યા બાદ પૂજા કરવા કદી બેસવું જોઈએ નહીં, ઘરમાં ગરીબી આવે છે.

Astrology

મિત્રો, આપણે સૌ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે તેમની પૂજા-અર્ચના કરીએ છીએ. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ભગવાનને મેળવવા માટે ઘણા માર્ગ છે જેમાં કોઈ ધ્યાન કરે છે તો કોઈ તપસ્યા કરી છે, કોઈ ઈશ્વરના ભજન ગાય છે તો કોઈ મનથી જ ભગવાનના નામનું ચિંતન કરે છે. જો ભક્તી સાચા મનથી કરવામાં આવે તો ભગવાન આપણી મનોકામના અવશ્ય પૂર્ણ કરે છે. પરંતુ ઈશ્વરની પૂજા કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ ન રાખવો જોઈએ.

શાસ્ત્રોમાં કેટલાક એવા કામ વિશે કહ્યું છે જે કર્યા બાદ મનુષ્ય અપવિત્ર બને છે. અને આવી અપવિત્ર અવસ્થાઓમાં પૂજા કરવાથી દેવી-દેવતાઓનું અપમાન માનવામાં આવે છે. ઉદા કરતી વખતે ઘીનો દિવો હંમેશા જમણી બાજુ રાખવું જોઈએ. ભગવાનને હંમેશા અનામિકા આંગળી એટલે કે ત્રીજી આંગળી વડે તિલક કરવો જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે મનુષ્યએ સ્નાન કર્યા વગર પૂજા કરવા બેસવું જોઈએ નહીં. સ્નાન કરીને પવિત્ર થઈને જ પૂજા કરવા બેસવું જોઈએ. સ્નાન કર્યા વગર પૂજામાં બેસવું પ્રસાદ ગ્રહણ કરવો કે દેવી-દેવતાઓની મૂર્તિને સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે.

કોઈપણ સ્ત્રી કે પુરુષે મળ-મૂત્રનો ત્યાગ કર્યા બાદ દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ નહીં. મળમૂત્રનો ત્યાગ કર્યા બાદ જો પૂજા કરવી હોય તો ફરીથી સ્નાન કર્યા બાદ જ પૂજા કરવા બેસવું જોઈએ. અને જો ફક્ત દર્શન કરવા હોય તો હાથ-પગ ધોઈને જ દર્શન કરવા જવું જોઈએ. કોઈપણ સ્ત્રી કે પુરુષે રતિક્રિયા એટલે કે શારીરિક સંબંધ બનાવ્યા બાદ પૂજામાં બેસવું જોઈએ નહીં. આમ કરવાથી દેવી-દેવતા રુષ્ટ થઈ શકે છે અને ઘરમાં ગરીબી આવી છે. શારીરિક સંબંધ બનાવ્યા પછી સ્નાન કર્યા બાદ જ પૂજામાં બેસવું જોઈએ.

સ્મશાનમાં ગયા પછી સ્નાન કર્યા બાદ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ પણ એ છે કે સ્મશાનમાં સૂક્ષ્મ કીટાણુઓનો ખૂબ જ હોય છે .જેનાથી મનુષ્ય બીમાર પડી શકે છે. માંસાહાર કે મધ્યપાનનું સેવન કર્યા બાદ ભગવાનની પૂજા કરવા બેસવું જોઈએ નહીં. આવું કરવું પાપ છે. આવું કરવા વાળી વ્યક્તિ કંગાળ બને છે. લડાઈ ઝઘડા કરીને તામસી મન રાખીને પૂજા કરવા બેસવું જોઈએ નહીં. કારણ કે લડાઈ ઝઘડાથી મનુષ્યનું મન અપવિત્ર બની જાય છે. જેથી આવું અપવિત્ર મન લઈને પૂજા કરવા બેસવું જોઈએ નહીં. મિત્રો આપણા ભગવાનની પૂજા અર્ચના કરતા પહેલા કેટલીક બાબતોનું આપણે ચોક્કસ ધ્યાન રાખીશું. જય શ્રી ક્રિષ્ના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *