મિત્રો તમને એવો સવાલ આવતો હશે કે મૃત્યુ પછી શું થાય છે? અંતિમ સમયમાં એના મનમાં શું ચાલી રહ્યું છે? અથવા એમને મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે. આવા ઘણા પ્રશ્નો મનમાં ઉઠતા હોય છે.
મૃત્યુ એક અટલ સત્ય છે. જેને કોઈ ટાળી શકતું નથી. પૌરાણિક કથાઓ અનુસાર આનંદ વન અને વર્તમાન સમયમાં વારાણસીને બધા મોક્ષ ધામ થી જાણતા હતા. એવું માનવામાં આવે છે કે કાશીમાં મળવાવાળા ને સ્વર્ગ પ્રાપ્ત થતું હતું. અને ભગવાનના ચરણોમાં સ્થાન મળતું હતું. આ સાંભળીને આખી જિંદગી ખરાબ કામ કરવા વાળા લોકો પણ મૃત્યુ સમયે કાશી પહોંચવા લાગ્યા. કાશીની ધરતી જે શિવજીના પ્રેમ માટે જાણીતી છે. પાપી અને અપરાધી પણ આવવા લાગ્યા. જે દેવો માટે ચિંતા નો વિષય બની ગયો. હંમેશા મનુષ્યને તેના કર્મોના આધારે સ્વર્ગ અને નરકમાં પહોંચાડવામાં આવે છે. સ્વર્ગનો માર્ગ એના માટે છે કે જીવનમાં ધર્મના માર્ગ પર હંમેશા ચાલ્યો હોય. એવામાં અધર્મી લોક પણ દેવલોકની ચાહના માટે કાશી પહોંચવા લાગ્યા. આ સમસ્યા નું સમાધાન મહાદેવના રૂપ કાલભૈરવે કર્યું. કાલભૈરવી નો અર્થ થાય છે સમય, ભોલેનાથ નું એ રૂપ જેને કાલભૈરવ તરીકે ઓળખીએ છીએ. જે સમયના રૂપમાં હોય છે. એ માટે કોઈના મૃત્યુ પછી એવું કહેવામાં આવે છે તેનો સમય સમાપ્ત થઈ ગયો. મહાદેવનું કાલભૈરવી રૂપ મનુષ્યના જીવન સાથે ન્યાય કરે છે. મનુષ્ય તેના મૃત્યુના 47 સેકન્ડ પહેલા ભૈરવી યાતનાં થી ગુજરે છે. આ 47 સેકન્ડમાં મનુષ્ય એ કરેલા બધા જ કર્મો તેની આંખ સામે આવે છે. આ બધા કર્મો આંખોની સામે એટલી ઝડપથી ફરે છે કે આ સમયે પીડાદાયક હોય છે. જેને ભૈરવી યાતના કહે છે. આ એવું દુઃખ હોય છે જે મનુષ્ય નરક માં ભોગવે છે.
47 સેકન્ડમાં સમય તેના પોતાની તેજ ઝડપમાં ફરે છે. ત્યાર પછી જ મનુષ્ય પોતાનો પ્રાણ શરીરમાંથી ત્યાગી છે. મૃત્યુ કોઈ પણ પ્રકારે હોય દરેકને આ પીડા સહન કરવી પડે છે. તમે કોઈ રોગથી મરો અથવા તમે ઘડપણથી મરો.
મૃત્યુ પહેલા મળવા વાળા દસ સંકેતો વિશે જાણીશું. પહેલો સંકેત તમને તમારો પડછાયો દેખાતો નથી. મૃત્યુ પછી ઘરવાળા સગા સંબંધી તમારો સાથ છોડી દે છે રીતે મૃત્યુ નજીક આવે છે ત્યારે મનુષ્યની પડછાયો પણ તેનો સાથ છોડી દે છે. પડછાયો તેલ પાણીમાં દેખાવાનું બંધ થઈ જાય તો સમજી જવું કે મૃત્યુ નજીક છે. જો તમારી આંખો ઉપરની તરફ થઈ જાય અને તમે તમારું નાકને આંખો વડે જોઈ ના શકો તો એ તમારો આખરી સમય આવવાનો સંકેત છે. આવા વ્યક્તિનું મોઢું લાલ અને તેની જીભ કાળી પડવા લાગે છે. ત્રીજો સંકેત એવો છે કે તમને તમારા પૂર્વજો અને પિતૃઓનું દેખાવું. કરોડ પુરાણ અનુસાર જ્યારે કોઈ કોઈ વ્યક્તિનું તે થવાનું હોય છે ત્યારે તેના પૂર્વજો તેમને મળવા આવે છે. આ સંકેત તમારું મૃત્યુ નજીક છે તેના છે. ઘણી વખત ચંદ્રમાં ગોળ દેખાવાની જગ્યાએ ખંડિત દેખાય છે આ સંકેત પણ મૃત્યુ નજીક છે તેનું છે.