તમારા ઘરમાં ગરીબી આવવાની આ 9 નિશાનીઓ છે

Astrology

મિત્રો, જ્યારે ઘરમાં ગરીબી આવવાની હોય છે ત્યારે ઘરમાં કેટલાક સંકેતો મળે છે. જો ઘરમાં કોઈ મુસીબત આવવાની હોય તો તેની સૌથી પહેલી અસર ઘરમાં રહેલા તુલસીના છોડ પર પડે છે. તુલસીનો છોડ જો એકદમ સુકાઈ જાય તો ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓ આવવાનો સંકેત માનવામાં આવે છે. ખાવા પીવાની વસ્તુમાં કાળી કીડીઓ પડવી પણ ભવિષ્યમાં કોઈ મુસીબત આવવા તરફ ઈશારો કરે છે. ઘરમાં સાવરણી માતા લક્ષ્મીનું સૂચક છે. સાવરણી પર કદી પણ પગ ન મુકવો જોઈએ. ઘરનું કોઈ નાનું બાળક અચાનક ઘરમાં સાવરણી વડે કચરો સાફ કરવા લાગે તો તેને ઘરમાં કોઈ મહેમાન આવવાનો સંકેત માનવામાં આવે છે. સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો ન વાળવો જોઈએ કારણ કે તે દુર્ભાગ્ય લઈને આવે છે.

ઘણા લોકો એવું કહે છે કે દૂધ ઉભરાવવું શુભ કહેવાય છે પરંતુ તમારા ઘરમાં જો દરરોજ દૂધ ઉભરાઈને નીચે પડે છે તો તે શુભ નથી. જો ઘરમાં પ્રવેશ કરતા સૌથી પહેલા દરવાજા ઉપર તમને ગરોળી દેખાય તો તેનો અર્થ છે કે તમારો ખરાબ સમય ખૂબ જ જલ્દી ચાલુ થવાનો છે. આમતો ઘરમાં ગરોળી દેખાવી શુભ સંકેત માનવામાં આવે છે પરંતુ જો તમે કોઈ નવું ઘર લીધું હોય અને તેમાં મરેલી ગરોળી દેખાય તો પૂજા હવન કરાવવા જોઈએ. જો તમે પૂજા ન કરાવો તો તે ઘરમાં રહેવાવાળા લોકોની પ્રગતિ થતી નથી અને ખરાબ સમય હંમેશા તે વ્યક્તિ પર હાવી રહેશે. જો કોઈ ગરોળી તમારા માથા પર પડે તો તે તમારા જીવનમાં ખુશીઓ આવવાનો સંકેત છે અને ખૂબ જ જલ્દી તમને ધન લાભ પ્રાપ્ત થશે.

જો કોઈ સ્ત્રીની ડાબી આંખ ફરકે તો સમજજો કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. સ્ત્રીઓની જમણી આંખ ફરકવાનો મતલબ છે કંઈક અશુભ થવાનું છે. જમણી આંખનું ફરકવું તમારા જીવનમાં સંકટ આવવાના સંકેત છે. પુરુષોની ડાબી આંખ ફરકવાનો મતલબ છે કે તમારા જીવનમાં મહેનત અને સંકટ આવવાનો સમય નજીક છે. પુરુષોની જમણી આંખ ફરકવાનો મતલબ છે કે તમારા જીવનમાં કોઈ શુભ સંકેત આવવાનો સંકેત છે. કાગડો પણ તમને શુભ અને અશુભ સંકેત આપે છે. કાગડો જો કોઈ સ્ત્રીના માથા પર આવીને બેસી જાય તો તે સ્ત્રીના પતિ પર કોઈ મુસીબત આવવાની હોય છે. જો કોઈ વ્યક્તિના ઘર પર અચાનક ઘણા બધા કાગડાઓ આવીને અવાજ કરવા લાગે તો તે ઘરના માલિક પર કોઈ મોટું સંકટ આવવાનું હોય છે. ઘરમાં કાચના વાસણ જો વારંવાર તૂટી જાય તો તે પણ ગરીબી આવવાના સંકેત છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *