સપનામાં સાપ આવે તો મળે છે આ 5 સંકેત

Astrology

મિત્રો, આપણે સૌ સપના જોઈએ છીએ. દરેક સપનાનું આપણા જીવનમાં મહત્વ હોય છે અને દરેક સપના નો એક વિશેષ અર્થ હોય છે. સપના વડે આપણને કંઈક ને કંઈક સંકેત અવશ્ય મળે છે અને ભવિષ્યમાં બનવા વાળી ઘટનાઓ બાબતે સચેત પણ કરે છે. પશુ અને પંખી પણ આપણને સપનાઓના માધ્યમથી કેટલાક વિશે સંકેત આપે છે. જો તમને સપનામાં સાપ આવે તો તેના શુભ સંકેત ઓછા અને અશુભ સંકેત વધારે હોય છે. ભવિષ્ય પુરાણમાં સાપને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સાપ માં કેટલીક વિશેષ શક્તિઓ હોય છે. સાપને ભવિષ્યમાં બનવા વાળી ઘટનાઓની પહેલેથી જ જાણકારી હોય છે. સાપને પૂર્વ જન્મના વિષયમાં પણ જ્ઞાન હોય છે.

જો તમને સપનામાં મરેલો સાપ દેખાય તો તેનો અર્થ એ છે કે તમારા જીવનની મુશ્કેલીઓ અને સંકટ જલ્દી દૂર થઈ જશે. સપનામાં જો તમે સાપને પકડતા જોવા મળે તો તે પણ શુભ સંકેત હોય છે. તે એ વાત તરફ ઈશારો કરે છે કે ભવિષ્યમાં તમે તમારી મહેનતથી ધન સંપત્તિ પ્રાપ્ત કરશો. જો તમને સપનામાં સાપ ઉડતો દેખાય તો તે ઉન્નતિ અને પ્રગતિનું પ્રતીક હોય છે. જો સપનામાં વારંવાર કાળા રંગનો સાપ દેખાય તો તે એ વાતનું પ્રતીક છે કે તમને કાલ સર્પદોષ છે. જો સપનામાં લીલા રંગનો સાપ દેખાય તો તે એક શુભ સંકેત છે અને તે નજીકના ભવિષ્યમાં તમારા જીવનમાં કોઈ સારી ઘટના બનવા નો શુભ સંકેત આપે છે.

સપનામાં સફેદ રંગનો સાપ દેખાવો શુભ સંકેત માનવામાં આવે છે અને તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે. સપનામાં સાપને જો કોઈનાથી ડરીને ભાગતા જોવા મળે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે તમને તમારા શત્રુઓ થી નુકસાન થશે. જો સપનામાં સાપ તમને કરડે અથવા તો તમારો પીછો કરતો હોય તેવો દેખાય તો તે કોઈ અશુભ ઘટના તરફ સંકેત કરે છે. જો સપનામાં કોઈ નાગ અને નાગણ નું જોડું તમને દેખાય તો તમારા પૂર્વજ તમને સંકેત આપી રહ્યા છે કે તમે તેમને ભૂલી ગયા છો. જો સપનામાં સાપ ના બચ્ચા દેખાય તો તમને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાપ શિવજીને અત્યંત પ્રિય હોય છે એટલા માટે જો તમને સપનામાં સાપ શિવલિંગને લપેટાયેલો જોવા મળે તો ભગવાન શિવની તમને કૃપા પ્રાપ્ત થશે અને તમને કોઈ વિશેષ મનોકામના પણ અવશ્ય પૂરી થશે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *