ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, જ્યારે તમારા પોતાના જ તમારી બુરાઈ કરવા લાગે તો કરજો આ 1 કામ.

Astrology

મિત્રો, સૃષ્ટિના સ્વામી અને સૃષ્ટિને ચલાવનાર ભગવાન શ્રીકૃષ્ણએ મનુષ્યને કેવું જીવન જીવવું અને કેવી પરિસ્થિતિમાં કયો માર્ગ અપનાવવો તે તમામ જ્ઞાન મનુષ્યને પીરસેલું છે. આ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ માર્ગ શોધી શકીએ છીએ. તેમનું જ્ઞાન પામી ને આપણે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હતાશ થતા નથી. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ સમગ્ર સૃષ્ટિનું જ્ઞાન આપ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જીવનમાં ઘણીવાર એવો પણ સમય આવે છે જ્યારે કોઈ દુશ્મન નહીં પરંતુ પોતાના જ લોકો સામે પડે છે. મનુષ્ય દુશ્મન સામે એક સમય લડી લે છે પરંતુ પોતાના સામે મનુષ્ય લડી શકતો નથી. જ્યારે પોતાના જ લોકો તમારી બુરાઈ કરવા લાગે અથવા પોતાના જ લોકો આપણું ખરાબ ઈચ્છાતા હોય આ જાણીને કોઈ પણ માણસ અંદરથી તૂટી જાય છે.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જ્યારે કોઈ આપણને સૌની સામે નીચો સાબિત કરવા માંગે છે, આપણા વિશે નીચી વાત કરે છે ત્યારે કોઈ પણ મનુષ્યને સારું લાગતું નથી અને તેને આપણે અપમાન સમજી લઈએ છીએ. નિરાશ થઈ જઈએ છીએ પરંતુ તેની કોઈ આવશ્યકતા નથી. ઉદાહરણ તરીકે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે એ મને જ જોઈ લો, કોઈ મને મુરલીધર કહે છે, તો કોઈ મને છલિયો કહે છે. કોઈ મને નંદ નો આનંદ કહે છે તો કોઈ મને માખણ ચોર કહે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મારા નામની સાથે ચોર લગાવવાથી તમારો મનુષ્યનો મારા પરનો પ્રેમ ઓછો નથી થયો.

ભગવાન કહે છે કે આ જ વાત હું મનુષ્યને સમજાવવા માગું છું. કોઈના કંઈ પણ કહી દેવાથી સંસારના તમારા પ્રત્યેના પ્રેમમાં કોઈ જ હાનિ થવાની નથી. કોઈ પણ મનુષ્યનું અસ્તિત્વ તેના સ્વભાવના કારણે છે, વ્યક્તિત્વના કારણે હોય છે અને તેમના કર્મોના કારણે હોય છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે આ વાત યાદ રાખજો કે જીવનમાં ફક્ત કર્મ પર ધ્યાન રાખજો, લોકોએ તમને જે નામ આપ્યું છે અને જે વાતો લોકો તમારા વિશે કરે છે તેના પર ધ્યાન આપતા નહીં. કારણકે જીવનમાં કર મહત્વપૂર્ણ છે અને લોકોએ આપેલું નામ એ વ્યર્થ છે. “રાધે રાધે”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *