આ 1 વસ્તુ સળગાવીને રોજ તેનો તિલક કરો, જીવનની તમામ સમસ્યાઓનો બોજ ઊતરી જશે.

Astrology

મિત્રો, શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ ગણવામાં આવે છે. તેથી જ જો કોઈ વ્યક્તિનો શુક્ર ગ્રહ બગડી જાય તો તે વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ ઓછી થઈ જાય છે. પછી એ વ્યક્તિ કોઈ પણ કામ કરે તેમાં એને નુકસાન જ પડે છે. શુક્ર ગ્રહ ખરાબ થઈ જાય તો તે વ્યક્તિનું મન પણ બેચેન બની જાય છે. તે વ્યક્તિ ધનથી જોડાયેલુ કોઇપણ કામ કરશે તેમાં તેને નુકસાન જ પડે છે. જીવનમાં શુક્ર ગ્રહની સ્થિતિ સારી હોય તો જીવન સુખી સમૃદ્ધ બની જાય છે. કેટલાક પ્રયોગોથી આપણે આપણા જીવનમાં તમામ ગ્રહોની સ્થિતિ સુધારી શકીએ છીએ અને તેનાથી આપણું જીવન સુખી સમૃદ્ધ બનાવી શકીએ છીએ.

જો તમારા જીવનમાં સુખ સુવિધા, ધનની કમી હોય અથવા તો વેપાર ધંધામાં નુકસાન આવતું હોય. શેર માર્કેટમાં પણ પૈસા લગાવવાથી હંમેશા નુકસાન જ પ્રાપ્ત થતું હોય. તો એક નાનકડું કામ કરવાથી આપણી પરિસ્થિતિમાં આપણે સુધારો કરી શકીએ છીએ. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની સામે આઠ ઈલાયચી કપૂર ઉપર મૂકીને સળગાવવાની છે.

એ વાતનું ચોક્કસપણે ધ્યાન રાખવું કે કપૂર પર એક એક કરીને ઈલાયચી સળગાવવાની છે અને દરેક ઈલાયચી સળગાવતી વખતે લક્ષ્મી માતાનો મંત્ર “ૐ શ્રીં શ્રીયે નમઃ” અને એ વાતનું પણ ચોક્કસ ધ્યાન રાખવું કે જ્યારે તમે ઈલાયચી સળગાવો તે પાત્ર સ્ટીલનુ ન હોવું જોઈએ પરંતુ પિત્તળ કે તાંબાના હોવું જોઈએ.

ઘરના મંદિરના દિપકમાં પણ આ ઈલાયચીની સળગાવી શકાય છે. દરેક ઈલાયચી સળગાવતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું છે. અને ત્યારબાદ તે સમસ્યાઓ વિષે વિચારવાનું છે જેમાંથી તમે છુટકારો મેળવવા માંગો છો. અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરો કે તમને સફળતા મળે. ઈલાયચી જ્યારે સંપૂર્ણ સળગી જાય અને તેની રાખ માંથી દરરોજ તિલક કરવાનો છે. માતા લક્ષ્મીના પ્રસાદરૂપે આ રાખ તિલક કરવાથી તમામ સમસ્યાનું સમાધાન થશે અને તમને દરેક બાબતમાં ચોક્કસ સફળતા મળશે. આ પ્રયોગ કરવાથી તમારી શુક્ર ગ્રહની પરિસ્થિતિમાં પણ સુધારો આવશે. માતા લક્ષ્મીના પ્રિય એવા શુક્રવારે આ પ્રયોગ ચોક્કસ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *