તુલસીના નીચે દીવો સળગાવીને બોલી દો આ 3 શબ્દો, ઘરમાં સાક્ષાત લક્ષ્મી આવે છે

Astrology

મિત્રો, સનાતન હિંદુ ધર્મમાં તુલસીના છોડનું સૌથી વધારે મહત્વ છે. તુલસીના છોડની સૌથી પહેલા પૂજા ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કરી હતી. શ્રી હરિ કહે છે કે જે રીતે દેવી લક્ષ્મી થી વૈકુંઠ ને ઐશ્વર્ય પ્રાપ્ત થયેલું છે તેવી જ રીતે માતા તુલસીના કારણે જ પવિત્રતા બનેલી છે. પૃથ્વી લોક પર જે સ્થાને તુલસીનો છોડ લગાવવામાં આવશે તે સ્થાન પર કદી પણ ખરાબ શક્તિઓ વાસ નહીં કરી શકે. એટલા માટે આપણે આપણા ઘરમાં તુલસીનો છોડ અવશ્ય વાવવો જોઈએ. શ્રી કૃષ્ણ કહે છે જે મનુષ્ય પોતાના જીવનમાં ફક્ત એક વાર પણ જો તુલસીને જળ ચડાવે છે તો તે મનુષ્યના સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે. આ સંસારમાં તુલસી જેવો બીજો પવિત્ર છોડ અન્ય કોઈ નથી. જે સ્ત્રી નિયમિત તુલસીની પૂજા કરીને જળ ચડાવે છે તે હંમેશા સૌભાગ્યશાળી રહે છે.

શ્રી કૃષ્ણ કહે છે કે હજારો અમૃતના ઘડા વડે સ્નાન કરાવવા પર પણ શ્રીહરીને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તેઓ મનુષ્ય દ્વારા તુલસીનું પાન ચડાવવાથી પ્રાપ્ત કરે છે. 10000 ગાયોનું દાન કરવા પર મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ ફળ મનુષ્યને તુલસી પત્ર નું દાન કરવાથી મળે છે. જે મનુષ્ય મૃત્યુ સમય પોતાના મુખમાં તુલસીપત્રનું જળ પ્રાપ્ત કરે છે તે મનુષ્ય સંપૂર્ણ પાપો માંથી મુક્ત થઈને શ્રીકૃષ્ણના ધામ ગૌલોકમાં જાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર તુલસી પૂજન માટે ગુરુવારનો દિવસ શ્રેષ્ઠ હોય છે કારણકે ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ માનવામાં આવે છે. પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે ગુરુવારના દિવસે તુલસીને જળ અવશ્ય ચઢાવવું જોઈએ.

વિધિ વિધાન સાથે તુલસીની પૂજા કરવાથી માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે એટલા માટે તુલસીને હરીવલ્લભા અને વિષ્ણુપ્રિયા પણ કહેવામાં આવે છે. તુલસીમાં જળ ચડાવવાથી ગરીબીનો પણ નાશ થાય છે કારણ કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ પણ હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસીનો છોડ ફલે ફૂલે છે તેવા ઘરમાં સુખ સમૃદ્ધિની પણ વૃદ્ધિ થાય છે અને જે ઘરમાં તુલસીનો છોડ પોતાની રીતે સુકાવા લાગે છે અને તુલસીના છોડની જે લોકો દેખભાળ નથી કરતા અને જળ નથી ચડાવતા તેવા ઘર પર સંકટ આવવાની સંભાવના હોય છે.

સાંજના સમયે તુલસી માતાનો દીવો કરતી સમયે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.” ઓમ વૃંદાવન્યૈ સ્વાહા:. તુલસીના છોડ નીચે દીવો કરતી સમયે આ મંત્ર બોલવાથી સુખ સમૃદ્ધિ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. શુક્રવારના દિવસે તુલસીની કોઈપણ ડાળીએ લાલ રંગનો દોરો બાંધીને મનોકામના માગવાથી તે અવશ્યપૂર્ણ થાય છે. તમારું મનોકામના પૂર્ણ થયા પછી તે લાલ રંગનો ડોળો નીકાળીને કોઈ જળમાં પ્રવાહિત કરી દો. તુલસીના છોડના મૂળમાં કાચું દૂધ ચડાવવું ખૂબ જ લાભકારી સાબિત થાય છે. જો એ દૂધ ગાયનું હોય તો હજાર ઘણું ફળ પ્રાપ્ત થાય છે.

જો સંભવ હોય તો ચાંદીના પાત્ર વડે તુલસીમાં જળ ચઢાવવું જોઈએ. ચાંદીના પાત્રથી તુલસીને જળ ચડાવવાથી વ્યક્તિની આર્થિક સમૃદ્ધિ થાય છે. જો ચાંદીનું પાત્ર ઉપલબ્ધ ન હોય તો તાંબાના પાત્ર વડે તુલસી માતાને જળ અવશ્ય ચઢાવવું જોઈએ. તુલસીની પરિક્રમા વિસમ સંખ્યામાં કરવી જોઈએ. જેમકે એક, ત્રણ, પાંચ, સાત. દરરોજ તુલસીની પરિક્રમા કરવાથી વ્યક્તિના દુઃખોનો નાશ થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં તુલસી સંબંધિત આ કેટલીક બાબતો નો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેને આપણે સૌ મનુષ્યએ અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. જય માતા તુલસી, જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *