શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી આ ત્રણ વસ્તુઓનું દાન કરે છે એ કદી વિધવા થતી નથી

Astrology

મિત્રો ભગવાન શ્રીકૃષ્ણે ગરુડ પુરાણમાં દાનનું મહત્વ જણાવ્યું છે. દાન આપવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. બીજાના કલ્યાણ માટે કાર્ય કરવા પર માતા લક્ષ્મીજી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય તેના સામર્થ્ય અનુસાર સમય-સમયે દાન ધર્મ કરે છે તેની કોઈ દિવસ દુર્ગતિ નથી થતી. દાન કરવાથી જ મનુષ્યનો ઉધ્ધાર થાય છે. તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણ અનુસાર ધન અને સાંસારિક મોહ વિકારોથી છુટકારો મેળવવાનું દ્વારા બતાવવામાં આવે છે. મનુષ્યના જીવન પર આવવાવાળા સંકટ દાન કરવાથી નષ્ટ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે જીવનમાં દુર્ભાગ્ય આવવાનું શરૂ થઈ જાય ત્યારે તેની ખબર પહેલાથી જ પડી જાય છે.

ઘરમાં લડાઈ-ઝઘડા થવાનું શરૂ થઇ જાય છે. જે એક મોટા દુર્ભાગ્યની નિશાની છે પરંતુ શાસ્ત્રોમાં દાન ને એક એવું વરદાન તથા શસ્ત્ર માનવામાં આવે છે જે દુર્ભાગ્ય રૂપી રાક્ષસને નષ્ટ કરી દે છે. ગરુડ પુરાણમાં એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેનું દાન કરવાથી મનુષ્ય કોઈ દિવસ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી. જો કોઈ સ્ત્રી આ ત્રણ વસ્તુઓ દાન કરી દે તો તે જીવનભર સૌભાગ્યશાળી રહે છે. આવી સ્ત્રીના પતિનું કોઈ દિવસ અકાળ મૃત્યુ થતું નથી.

શ્રીકૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ પહેલાં આ ત્રણ સાધારણ વસ્તુઓનું દાન કરી દે તેની કોઈ દિવસ અધોગતિ થતી નથી, તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું. મિત્રો આપણી અનેક પ્રયાસો કરીએ પરંતુ આપણને ઈચ્છેલુ ફળ મળતું નથી. જેને ઘણા લોકો પોતાના ભાગ્યને જ દોષ આપે છે અને પ્રયાસ કરવાનું છોડી દે છે પરંતુ ઘણીવાર ગ્રહના દોષને કારણે મનુષ્યોના જીવનમાં દુર્ભાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. મિત્રો મીઠું એક એવી વસ્તુ છે જે નુ દાન કરવાથી મનુષ્ય નું ભાગ્ય બદલાઈ જાય છે. મીઠું હંમેશા એક બ્રાહ્મણને કે કોઇ મંદિરમાં દાન કરવું જોઈએ. મીઠા નિદાન કરતી વખતે એ પણ સાવચેતી રાખવી જોઈએ કે તેને સીધું હાથમાં જ આપવું જોઈએ અથવા તો ભગવાન મૂર્તિ ના આગળ દાન કરી દેવું જોઈએ. શાસ્ત્રો અનુસાર દાન કરવાથી મનુષ્યના પિતૃ પણ પ્રસન્ન થઈ જાય છે અને આશીર્વાદ આપે છે.

જો કોઈ વ્યક્તિ કોઈ બીમારીથી પીડિત હોય અથવા તો કોઈ ખરાબ શક્તિના પ્રભાવમાં હોય, તેને શત્રુઓનો ડર સતાવી રહ્યો હોય, તો તે મનુષ્ય મંગળવારના દિવસે લાલ વસ્ત્રનું દાન કરી દેવું જોઈએ. મંગલ યુદ્ધનો દેવતા છે તે મનુષ્યના જીવનના દરેક પ્રકારના મુશ્કેલીઓને દૂર કરે છે. તેના શત્રુઓની નષ્ટ કરી દે છે અને રોગ તથા બીમારીઓ દૂર કરી દે છે.

જો કોઈ વ્યક્તિ માનસિક રૂપથી પરેશાન હોય, તેને રાત્રે ઉંઘ ન આવતી હોય, મનમાં સદેવ ખરાબ વિચારો આવતા હોય અને તેના મનમાં દુઃખ વિશે બીજાને કહી શકતા ન હોય તો આ દુખમાંથી બહાર નીકળવા માટે મનુષ્ય સફેદ અથવા કાળા તલનું દાન કરવું જોઈએ. શ્રીકૃષ્ણ કહે છે-કે તલ નુ દાન કરવા વાળા મનુષ્યની કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. સફેદ તલનું દાન કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને તેની સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. શનિવારના દિવસે તમે શનિ મંદિરમાં જઈને કાળા તલનું દાન અવશ્ય કરવું. શનિદેવની કૃપાથી તમારી દરેક સમસ્યા દૂર થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *