તુલસી સામે દીવો પ્રગટાવતી વખતે બોલો આ મંત્ર. પૈસા રહેશે હંમેશા હાથમાં. આ મંત્રથી અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબર નું ફળ મળે છે.

Astrology

મિત્રો આજે આપને બતાવી રહ્યા છીએ સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો પ્રગટાવતી વખતે બોલવાનો મંત્ર. આ મંત્ર બોલવાથી તમારા ઘરમાં બરકત કાયમ રહેશે. તુલસીને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે તેની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ કાયમ રહે છે.
અહીં જાણો ઘરમાં બરકત રાખવા માટે રોજ તુલસી સમય દીવો પ્રગટાવી કયો મંત્ર બોલવો જોઈએ. તુલસી વાતાવરણ કરે છે શુદ્ધ. તુલસી નો સૌથી મોટો ગુણ છે શુદ્ધતા. તુલસી તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ બનાવે છે તેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા કાયમ રહે છે.
વાસ્તુદોષ પણ દૂર થાય છે. તુલસી ને રોજ ચઢાવો જળ. તુલસી પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન રહે છે. તુલસી ને રોજ જળ ચઢાવવું જોઈએ. સૂર્યાસ્ત પછી તુલસી પાસે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તુલસી પર જળ ચઢાવતી વખતે તુલસી નામાષ્ટક મંત્ર જરૂર બોલો. મંત્ર આ પ્રમાણે છે.

तुलसी नामाष्टक मंत्र

वृंदा वृंदावनी विश्वपूजिता विश्वपावनी।
पुष्पसारा नंदनीय तुलसी कृष्ण जीवनी।।
एतनामांष्टक चैव स्त्रोतं नामर्थं संयुतम।
यः पठेत तां च सम्पूज्य सौश्रमेघ फलंलभेत।

અર્થાત વૃન્દા, વૃન્દાવની, વિશ્વપૂજિતા, વિશ્વપાવની,પુષ્પસારા,નંદિની,તુલસી અને કૃષ્ણજીવની આ બધા મા તુલસીના 8 પ્રિય નામ છે. જે પણ ભક્ત તુલસીની પૂજા કરતી વખતે આ નામાષ્ટક મંત્રનો પાઠ મનથી કરે છે તે અશ્વમેઘ યજ્ઞ કરવા બરાબર નું ફળ મેળવે છે. તો મિત્રો આ હતો કે તુલસી પૂજા નો કારગર મંત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *