મિત્રો, સંતાન વગરનું જીવન રંગ વગરની દુનિયા સમાન છે. જીવનને સુખમય બનાવવા માટે એક સંતાન હોવું ખૂબ જ જરૂરી છે. સંતાન ન હોવાને કારણે પતિ પત્ની માંથી પત્નીને વધુ સહન કરવું પડતું હોય છે. પરંતુ કોઈપણ સ્ત્રીને જ સંતાનથી વંચિત કેમ રહેવું પડે છે તેના વિશે તમે જાણશો તો ચોંકી જશો. આચાર્ય ચાણક્ય નીતિ અનુસાર જે સ્ત્રી કોઈ પશુના નવજાત શિશુ પર અત્યાચાર કરતી હોય તેને કદી પણ સંતાન થતા નથી. ગરુડ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીને સંતાન નથી હોતી તેણે પોતાના પાછલા જન્મમાં ખૂબ જ પાપ કર્યા હશે.
પાછલા જન્મમાં કોઈ પશુના બાળક કે કોઈ મનુષ્યના બાળક પર અત્યાચાર કર્યો હશે અને તે કારણે પણ સ્ત્રીને સંતાનથી વંચિત રહેવું પડે છે. શાસ્ત્રો એ પણ કહે છે કે જે બાળકોને પીડા પહોંચાડે છે અને પશુઓના નાના નાના બચ્ચા ઉપર જુલમ કરે છે તે હંમેશા સંતાનથી વંચિત રહી જાય છે. જે સ્ત્રી કે પુરુષ કોઈ પશુના નવજાત બચ્ચા નું માંસ ખાય છે તેને આગળના જન્મમાં સંતાનથી વંચિત રહેવું પડે છે.
શાસ્ત્રો મુજબ જ્યારે કોઈ પુરુષ તેના પાછલા જન્મમાં કે પછી આ જન્મમાં કોઈ નવજાત બાળક પર અત્યાચાર કરે છે તેને સંતાનનું સુખ પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જેટલું પૂજા પાઠ કરવાથી ફળ નથી મળતું એટલું કર્મ કરવાથી ફળ મળે છે. સંતાન પ્રાપ્તિ માટે પુરુષોએ અને સ્ત્રીઓએ કોઈ પશુના નવજાત બચ્ચાઓને દૂધ, ભોજન ખવડાવવું જોઈએ અને નાના બાળકો પ્રત્યે પ્રેમ રાખવો જોઈએ. છોકરા અને છોકરીઓમાં કોઈ ભેદભાવ ન રાખવો જોઈએ. ઈશ્વર તમને જે સંતાન આપે તેમાં તમારે ખુશ રહેવું જોઈએ. જય શ્રી કૃષ્ણ