મિત્રો, સ્ત્રીનો પ્રેમ પારસમણી જેવો હોય છે. સ્ત્રી જેને પણ પ્રેમ કરે છે તેનો સાથ જીવનભર સુધી નિભાવે છે. પરંતુ આજના જમાનામાં સ્ત્રીઓના પ્રેમની વ્યાખ્યા બદલાઇ છે. આજે ઘણી સ્ત્રીઓ પ્રેમમાં નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે પુરુષો સાથે સંબંધ રાખે છે. પોતાનો સ્વાર્થ પૂરો થઈ જતા તે પુરુષને છોડી દે છે. પુરુષો આવી સ્ત્રીના સાથને પ્રેમ સમજી બેસે છે અને પછી પાછળથી પસ્તાય છે. આવી સ્ત્રીઓ કોઈ એક પુરુષની હોતી નથી. ઘણી સ્ત્રીઓ પોતાના મોજ શોખ પૂરા કરવા પુરુષોનો ઉપયોગ કરે છે તો ઘણી સ્ત્રીઓ પોતાનુ કોઈ કામ કઢાવવા માટે પુરુષોને પોતાની માયાજાળમાં ફસાવે છે. ઘણી સ્ત્રીઓ પોતાની કામવાસના સંતોષવા માટે જ પુરુષોના સંપર્કમાં આવે છે.
આવી સ્ત્રીઓ પુરુષોને પોતાની માયાજાળમાં ફસાવવા માટે પહેલા ઘણી મીઠી મીઠી વાતો કરે છે અને પોતાનો સ્વાર્થ પૂરો કરે છે. મૂર્ખ પુરુષો આવી સ્ત્રીઓની વાતમાં આવીને પોતાનું બધું જ લૂંટાવી દે છે. સ્ત્રીઓને પારખવી ખૂબ જ અઘરી હોય છે. તમને દગો આપી રહી છે કે નહીં તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે પરંતુ જે સ્ત્રી તમને દગો આપવાની હશે તે સ્ત્રી તમને આ બે વાતો અવશ્ય કહેશે. દગો આપવા વાળી સ્ત્રી વારંવાર તમને એ કહેશે કે હું કદી પણ તમારાથી જૂઠું નથી બોલતી. અને બીજી વાત એ કહેશે કે હું તમને આપેલું વચન કદી નહીં તોડું.
ઘણી સ્ત્રીઓના મનમાં કંઈક અલગ હોય છે અને તેમના મોઢા પર કંઈક અલગ જ હોય છે. આવી સ્ત્રીઓ વારંવાર તમને કહેશે કે હું તમારી સામે કદી જૂઠું બોલતી નથી પરંતુ આવી સ્ત્રીઓ જે ફક્ત સ્વાર્થ માટે તમારી સાથે રહે છે તે હંમેશા જુઠ્ઠું બોલતી હોય છે અને એક ને એક દિવસે તમને તે દગો અવશ્ય આપશે. તેવી જ રીતે હંમેશા સાથ નિભાવવાનું વચન આપવા વાળી સ્ત્રી પણ પોતાનો સ્વાર્થ પૂરો થતાં તમને દગો આપીને છોડી દેશે. આ બે વાતો કરવાવાળી મોટાભાગની સ્ત્રીઓ પ્રેમમાં અવશ્ય દગો આપે છે. જય શ્રી કૃષ્ણ