હોળાષ્ટકમાં શુભકાર્ય કેમ કરવામાં આવતા નથી, ક્યારે બેસશે હોળાષ્ટક, જાણો હોલિકા દહનની રીત અને પૂજાવિધિ

Astrology

મિત્રો, હોળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની જીત અને અસત્ય પર સત્યનાની જીત માટે ઉજવાય છે. હોળીનો તહેવાર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદાના દિવસે ઉજવાય છે. આ વખતે હોળી 18 માર્ચ ના રોજ ઉજવાશે. કોઈના આઠ દિવસ પહેલા હોળાષ્ટક બેસે છે.૧૦મી માર્ચના રોજ હોળાષ્ટક બેસે છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. હોળીના એક દિવસ પહેલાં હોલિકા દહન કરવાની પરંપરા છે. હોલિકા દહન ફાગણ મહિનાની પૂનમના દિવસે અનિષ્ટ પર સત્યની જીત તરીકે કરવામાં આવે છે.

ક્યારે બેસશે હોળાષ્ટક:

હિન્દુ ધર્મમાં પ્રિય તહેવાર હોળી તથા હોળાષ્ટકને ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. હોળીનો તહેવાર હોળાષ્ટક થી શરૂ થાય છે અને ધુળેટી સુધી ચાલે છે. ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમથી હોલિકા દહન સુધીના આઠ દિવસોમાં તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. આ વર્ષે ૧૦મી માર્ચ ૨૦૨૨ ગુરૂવારના દિવસથી ૧૮મી માર્ચ ૨૦૨૨ શુક્રવાર સુધી હોળાષ્ટક ચાલશે. એવું કહેવાય છે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાથી અશુભ થાય છે.

હોળાષ્ટકમાં શુભ કાર્ય કેમ કરવામાં આવતા નથી.

હોળાષ્ટકના આઠ દિવસે શુભ કાર્ય ન કરવા પાછળ એક દંતકથા છે. જે મુજબ ભગવાન શિવે કામદેવને ફાગણ શુક્લ અષ્ટમી તિથિના દિવસે તપસ્યા ભંગના દોષને કારણે ભસ્મીભૂત કરી નાખ્યા હતા. પ્રેમના દેવતા ભસ્મ થઇ જતા લોકોમાં શોક છવાયો હતો. આ પછી જ્યારે કામદેવની પત્ની રતીએ ભગવાન શિવને પ્રાર્થના કરી ત્યારે તેમણે કામદેવને પુનર્જીવિત કરવાની ખાતરી આપી, આ પછી લોકોએ આનંદ વ્યક્ત કર્યો. હોળાષ્ટકની અન્ય એક દંતકથા અનુસાર હિરણ્યકશિપુએ તેમના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે આ આઠ દિવસમાં તેમના પુત્ર પ્રહલાદને ત્રાસ આપ્યો હતો. આ પછી આઠમા દિવસે હોલિકાએ પ્રહલાદને ખોળામાં બેસાડયો હતો. હોલિકાએ અગ્નિથી ન બળવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. પરમ ભક્ત પ્રહલાદ બચી ગયા અને હોલીકા સળગી ઉઠી હતી. આમ આ આઠ દિવસો અશુભ માનીને કોઇ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

હોલિકા દહનની રીત અને પૂજા વિધિઃ

હોલીકા દહનમાં ઝાડની ડાળીને જમીનમાં દાટી દઈને તેને ચારે બાજુથી લાકડા,લાકડી કે ગાયના છાણથી ઢાંકી દેવામાં આવે છે. આ તમામ વસ્તુઓની શુભ મુહૂર્તમાં બાળવામાં આવે છે. આમાં ગાયના છાણની સાથે ઘઉંની નવી બુટ્ટીઓ અને કચરો નાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય આખું વર્ષ સારું રહે છે અને ખરાબ શક્તિઓ નષ્ટ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *