જ્યોતિષમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. રાહુ-કેતુ હંમેશા ધરીમાં એક સાથે ફરે છે. કેતુને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા લગભગ દોઢ વર્ષનો સમય લાગે છે. આ વર્ષે કેતુએ 12 એપ્રિલે વૃશ્ચિક રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો હતો. કેતુ હવે 2023 સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેતુના રાશિ પરિવર્તનની અસરને કારણે આવનારું વર્ષ કેટલીક રાશિઓ માટે શુભ રહેશે. જાણો આ રાશિઓ વિશે-
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે કેતુ ત્રીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો. તમે છેલ્લા કેટલાક સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનાથી છુટકારો મેળવી શકો છો. તમારી કાર્યશૈલી સુધરશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળી શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2023 સુધીનો સમય શુભ રહેવાનો છે. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. તમે સક્રિય અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આ સમય તમારા માટે અનુકૂળ પરિણામ લાવશે.
ધન રાશી
ધનુ રાશિના લોકો માટે કેતુ અગિયારમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. કેતુના પ્રભાવને કારણે આ રાશિ સાથે જોડાયેલા લોકોને રાજનીતિમાં ફાયદો થશે. આ દરમિયાન તમે ભાગ્યશાળી રહેશો. ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. ધન લાભ થશે. નોકરીમાં બદલાવ માટે સારો સમય.