મિત્રો, હંમેશા લોકોના વિચારે ના ચાલો, પોતાના વિચારો એટલા સુંદર બનાવો કે લોકો તમારા વિચારો પર ચાલે. જીવનમાં આપણને કિનારો ના મળે તો વાંધો નહીં પરંતુ એક વાત યાદ રાખજો કે બીજાને ડુબાડીને આપણે તરવું ન જોઈએ. આ દુનિયામાં જેની પાસે સાયકલ હોય તે પછી એકટીવા લાવે એટલે સાઈકલને ભૂલી જાય છે પરંતુ એને એ નથી ખબર કે બેલેન્સ રાખતા તો એને સાયકલે જ શીખવાડ્યું છે. જીવનમાં લોકો પણ આવું જ કરે છે. તમારું નસીબ ચમકતું હોય ત્યારે ડાહ્યા માણસો સલાહ આપતા અચકાય છે અને તમારું નસીબ ખરાબ હોય ત્યારે ગાન્ડા માણસો પણ સલાહ આપી જાય છે. યાદ રાખજો સારા માણસોની સૌથી પહેલી અને સૌથી છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોની પણ ઈજ્જત કરે છે જેનાથી તેને કોઈપણ જાતના ફાયદાની અપેક્ષા ના હોય.
મિત્રો આ જીવન દુઃખનું બજાર છે, ખબર નથી પડતી ક્યારેક આનંદ ખરીદવાની લાલચમાં આપણે દુઃખ મફતમાં ઉઠાવીએ છીએ. જીવનમાં કોઈ તક ગુમાવી દીધી હોય તો આંસુથી આંખો ભીની ના કરવી કારણ કે જો આંખ ચોખ્ખી હશે તો જ એ આવનારી બીજી તક જોઈ શકશે. જીવનમાં કદી પણ કોઇ વાતનું અભિમાન ન કરવું જોઈએ કારણકે મોરને તેના પીંછાનો બોજ જ ઊંચે ઊડવા નથી દેતો. એટલું યાદ રાખો જે થયું સારું થયું, જે થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે, જે થશે તે પણ સારુ જ થશે, તમારું શું ગયુ છે જે તમે રડો છો, તમે શું લાવ્યા હતા જે તમે ગુમાવી દીધું, તમે શું પેદા કર્યું છે નષ્ટ થઈ ગયું, તમે જે લીધું અહિયાંથી જ લીધું અને જે દીધું તે અહીં જ દીધુ. જે આજે તારું છે તે કાલે બીજાનું હશે ને કાલે કોઈ બીજાનું હશે, તું કર્મ કરે ફળની ચિંતા છોડી દે કરેલું ફોગટ જતું નથી.
આ દુનિયામાં અહમ તો બધાને હોય છે પરંતું નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે.તકની એક ખાસિયત એ છે કે તે આવે તેના કરતાં જતી રહે ત્યારે મોટી લાગે છે. નિરાશ થઈને કદી પણ કોઈના પર ગુસ્સો ન કરવો કારણકે ગુસ્સો અને વાવાઝોડું બંને શાંત થયા પછી જ ખબર પડે કે કેટલું નુકસાન થઈ ગયું છે. યાદ રાખો ભૂલ માત્ર એનાથી થાય છે જે કામ કરે છે બાકી કામ નહીં કરવા વાળા માત્ર ભૂલો જ શોધે છે. આ જન્મનો પૈસો આગલા જન્મમાં કામ નહીં લાગે પણ આ જન્મના કર્મો જન્મો જનમ સુધી કામ લાગશે જેથી પૈસાની વ્યર્થ ચિંતા કરવી છોડી દો. જેમ ઉકળતા પાણીમાં માણસ તેનું પ્રતિબિંબ જોઈ શકતો નથી તેમ ક્રોધના સમયે પોતાનું હિત શેમાં છે એ જોઈ શકતો નથી. મિત્રો આ વાતો પસંદ આવી હોય તો એક લાઇક અવશ્ય કરજો અને તમારા કીમતી મંતવ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ