મિત્રો, જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આત્માનું આ સંસારમાં કંઈ જ નથી. આત્મા અમર છે. મનુષ્યનું શરીર તેનું નથી. તે શરીર તેને ઈશ્વર દ્વારા થોડા સમય માટે જ મળે છે. જે ગમે તે એક દિવસ પંચ તત્વોમાં વિલીન થઈ જશે છતાં મનુષ્ય ભૌતિક ચીજ વસ્તુઓના મોહમાં પડી જાય છે. મૃત્યુ પછી પણ તેનો આ વસ્તુઓ પ્રત્યેનો મોહ છૂટતો નથી. ઘણીવાર તો આ ચીજ વસ્તુઓનો મોહ એટલો બધો વધી જાય છે કે મૃત્યુ પછી પણ મનુષ્ય ભટક્યા કરે છે. ઘણીવાર આપણે આપણા મૃત પરિજનની કેટલીક વસ્તુઓ તેમની યાદગીરી રૂપે આપણા પાસે જ રાખી લઈએ છીએ અથવા તો તેમની વસ્તુઓનો ઉપયોગ કરવા લાગીએ છીએ. ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિઓની કેટલીક વસ્તુઓનો આપણે કદી પણ ઉપયોગ કરવો જોઈએ નહીં.
કારણ કે આ વસ્તુઓ સાથે તે વ્યક્તિની ઉર્જા જોડાયેલી હોય છે. મૃત વ્યક્તિની આત્મા તે વસ્તુઓ સાથે જોડાયેલી હોય છે. જે વ્યક્તિ આ વસ્તુઓનો ઉપયોગ કરે છે તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગરુડ પુરાણમાં મૃત વ્યક્તિની ત્રણ વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે જેનો ભૂલથી પણ આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં અન્યથા આપણે તેના ભયંકર પરિણામ ભોગવવા પડશે. સૌથી પહેલી વસ્તુ છે મૃત વ્યક્તિના કપડા. કોઈપણ વ્યક્તિએ મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ કરવો ન જોઈએ. આવું કરવાથી અમૃત વ્યક્તિની આત્મા તમારી સાથે જોડાઈ જાય છે. જે વ્યક્તિ મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ કરે છે તેને તે આત્મા માનસિક અને શારીરિક રૂપથી કમજોર બનાવી દે છે. તે મૃત પરિજન વારંવાર તેના સપનામાં આવીને દુઃખ અને યાતના આપવા લાગે છે.
મૃત વ્યક્તિના કપડાને તમે નદીમાં પ્રવાહિત કરી શકો છો. બીજી વસ્તુ છે મૃત વ્યક્તિના ઘરેણા. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિએ મૃત પરિજનના કે મૃત સ્ત્રીના ઘરેણાનો ઉપયોગ ન કરવો જોઈએ. સ્ત્રીઓનો તેમના આભૂષણો અને ઘરેણા સાથે સૌથી વધારે લગાવ હોય છે. મૃત્યુ પછી પણ તેમનો આ ઘરેણા સાથેનો લગાવ ઓછો થતો નથી. જે વ્યક્તિ તેમના મૃત્યુ પછી એમના ઘરેણાની પહેરે છે તો મૃત વ્યક્તિની ઉર્જા તે વ્યક્તિ સાથે જોડાઈ જાય છે અને જેના કારણે તેને માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમે આ ઘરેણાને તેમની યાદમાં ઘરે સંભાળીને રાખી શકો છો. અથવા તે ઘરેણાને ઓગાળીને નવા ઘરેણા બનાવીને પહેરી શકો છો.
ત્રીજી વસ્તુ છે મૃત વ્યક્તિની ઘડિયાળ. વસ્ત્રો અને ઘરેણાની જેમ ઘડિયાળ પણ મૃત વ્યક્તિની આત્માનો પ્રમુખ સ્ત્રોત હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘડિયાળ માણસ સાથે જીવનભર જોડાયેલી રહે છે. મૃત્યુ પછી તે વ્યક્તિને સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઘડિયાળ સાથે જોડાયેલી હોય છે. જે વ્યક્તિ મૃત વ્યક્તિની ઘડિયાળ પહેરે છે તેના પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ પડે છે અને તેને કષ્ટ ભોગવવા પડે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિ ની આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કદી પણ કરવો જોઈએ નહીં. જય શ્રી કૃષ્ણ