ગરુડ પુરાણ:અકાલ મૃત્યુ પછી આત્માને આવું ભોગવવું પડતું હોય છે.

Astrology

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગરુડ પુરાણમાં મનુષ્યના જન્મ અને મૃત્યુ વિશે વિસ્તારથી લખવામાં આવેલું છે. દરેક મનુષ્યનો જન્મ અને મૃત્યુનો સમય નિશ્ચિત હોય છે જેને પૂરું કર્યા બાદ મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે મનુષ્યના જીવનના સાત ચક્રો નિશ્ચિત હોય છે અને જો કોઈ મનુષ્ય આ ચક્રને પૂરું ન કરે એટલે કે અકાળ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે તેને મૃત્યુ પછી પણ ઘણાં કષ્ટ ભોગવવાં પડે છે. ઘણા લોકોને અકાલ મૃત્યુ કોને કહેવાય તે ખબર હોતી નથી.

ગરુડ પુરાણના સિંહાવલોકન અધ્યાયમાં લખવામાં આવ્યું છે જો કોઈ પ્રાણી ભૂખથી મૃત્યુ પામે, હિંસક પ્રાણી દ્વારા મૃત્યુ પામે, ગળામાં ફાં-સી લગાવીને મૃત્યુ પામે છે, ઝેર, અગ્નિ દ્વારા મૃત્યુ પામતા લોકો તથા પાણીમાં ડૂબીને મૃત્યુ પામતા લોકો અને સાપ કરડવાથી મૃત્યુ થાય તથા આકસ્મિક આવેલા કોઈ રોગ દ્વારા કે દુર્ઘટના દ્વારા જેની મૃત્યુ થાય છે તેને અકાલ મૃત્યુ કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં આત્મ-હત્યાને સૌથી ખરાબ અને નિંદનીય અકાલ મૃત્યુ બતાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુએ આત્મ-હત્યાને પરમાત્માનું અપમાન કરવા સમાન કહ્યું છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે જે મનુષ્ય નો મૃત્યુ પ્રાકૃતિક રીતે થાય છે તે મનુષ્યને 3,10,13 કે પછી 40 દિવસે બીજું શરીર ધારણ કરી લે છે. પરંતુ જે વ્યક્તિ આત્મ-હત્યા કરે છે તેની આત્મા ત્યાં સુધી પૃથ્વીલોક પર ભટક્યા કરે છે જ્યાં સુધી તે પ્રકૃતિ દ્વારા નિર્ધારિત તેના જીવન ચક્ર પૂરું ન કરી લે.

આવી જીવાત્માને સ્વર્ગ લોક પણ પ્રાપ્ત થતું નથી કે નરક લોક પણ પ્રાપ્ત થતું નથી. જીવાત્માની આ અવસ્થાને અગતિ કહેવાય છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે આત્મ-હત્યા કરવા વાળી આત્મા અકાલ મૃત્યુ પામવા વાળી આત્માઓ માંથી સૌથી કષ્ટદાયી અવસ્થામાં પહોંચી જાય છે. અકાલ મૃત્યુ પામેલ આત્મા જ્યાં સુધી તેનું જીવન ચક્ર પૂરું ન કરી લે ત્યાં સુધી આ લોકમાં કષ્ટદાયી પરિસ્થિતિમાં ભટક્યા કરે છે.

પ્રાચીનકાળથી વેદોમાં લખી છે કે જે વ્યક્તિ કોઈ નીંદીત કર્મ કરે છે, સદાચારનું પાલન ન કરે, કોઈપણ જગ્યાએ ગમે તેવું ભોજન કરીલે અને જે પર સ્ત્રીમાં રુચિ રાખે આવા ઘણા અન્ય મહા દોષોથી મનુષ્યનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે. ગરુડ પુરાણમાં લખવામાં આવ્યું છે કે જે પુરુષ અકાળ મૃત્યુને પ્રાપ્ત થાય છે તે ભૂત-પ્રેત,પિશાચ, કસ્માંડા, બ્રહ્મરાક્ષસ,વેતાલ, ક્ષેત્રપાલ યોનીમા ભટક્યા કરે છે. જ્યારે કોઈ સ્ત્રી અકાળ મૃત્યુને પ્રાપ્ત થાય છે જેમાં કોઈ નવું પરણિત સ્ત્રી કે પ્રસૂતા સ્ત્રી અકાળે મૃત્યુને પ્રાપ્ત થાય છે તે ચુડેલ બને છે. આવી આત્માઓની શાંતિ માટે તેમના પરિવારજનોએ નદી કે તળાવમાં તર્પણ કરવું જોઇએ. પિંડદાન અને અન્ય દાન કરીને સત્કર્મો કરવા જોઈએ.

આપણે રોગ,અકસ્માત કે અન્ય કોઈપણ પ્રકારની અકાલ મૃત્યુને આપણે રોકી શકતા નથી પરંતુ આત્મ-હત્યાને આપણે રોકી શકીએ છીએ. લોકો એ વિચારીને જ આત્મહત્યા કરતા હોય છે કે આમ કરવાથી તેમને દરેક કષ્ટમાંથી મુક્તિ મળી જશે પરંતુ અજ્ઞાનતાના કારણે તેઓ નથી જાણી શકતા કે આ રીતે મૃત્યુ બાદ પણ તેમને પૃથ્વીલોક કરતાં પણ વધુ કષ્ટ ભોગવવું પડશે. એટલે ભૂલથી પણ આ રસ્તો અપનાવવો જોઇએ નહીં. આપણું જીવન ખૂબ મૂલ્યવાન છે અને આપણે જે કષ્ટોથી બચવા માટે આત્મ-હત્યા જેવો રસ્તો પસંદ કરીએ છીએ આ રસ્તો આપણને કષ્ટોથી દૂર કરતો નથી પરંતુ વધુ કષ્ટોના દલદલમાં ફેંકી દે છે. હર હર મહાદેવ. જય બજરંગ બલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *