મિત્ર સારા લોકો તમારા જીવનમાં હોય તો એનાથી બીજું કોઈ સુખ નથી અને જો તે જ લોકો તમારા શત્રુ બની જાય એનાથી ખરાબ બીજી કોઈ વસ્તુ નથી. જાણે કે તેમની ચાણક્ય નીતિ આ લોકો વિશે જણાવ્યું છે કે જેમની કોઈ દિવસ તમારા મિત્ર સમજવા જોઈએ નહીં. આજે અમે તમને એવા લોકો વિશે જણાવીશું.
લાલચી વ્યક્તિ
આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિ પોતાના શોખ માટે તમને કોઈને કોઈ મોટી મુસીબત માં નાખી શકે છે. તેથી તમારે સંતુષ્ટ વ્યક્તિને જ મિત્ર બનાવવો જોઈએ. લાલચની ભાવના સૌથી ખતરનાક હોય છે. જો તમે કોઈ લાલચી વ્યક્તિને તમારો મિત્ર સમજી રહ્યા છો તો તમારે તરત જ તેનાથી અંતર બનાવી દેવું જોઈએ કારણ કે આવા લોકો લાલચમાં ફસાવી ને ખોટા કામ કરતા રહે છે. તેનાથી તેમના પર મુસીબત આવવાની નક્કી જ હોય છે. આવી મુસીબતથી તેમની જોડે રહેવા વાળો વ્યક્તિ પણ બચી શકતું નથી. આવા લોકોને ભૂલથી પણ મિત્ર બનાવવા જોઈએ નહીં.
ખોટું કામ કરવાવાળા
જે લોકો ખોટું કામ કરે છે તેમનાથી હંમેશા અંતર બનાવીને જ રાખવું જોઈએ. આવા લોકો સમય આવવા પર તમે પણ મુસીબતમાં ફસાવી શકે છે. ખોટા લોકોની સંગત થી તમને પણ આગળ વધવાથી રોકી શકે છેઅને સફળતામાં અવરોધ બને છે. આચાર્ય ચાણક્ય તેમની સાપ થી પણ વધુ ખતરનાક કહે છે.
મીઠું બોલવા વાળા
મિત્રો ચાણક્ય કહે છે એવા લોકો કે જેના મોઢામાં તો દૂધ હોય પરંતુ અંદર ઝેર હોય એવા લોકો તમારા સામે તો સારું સારું બોલે છે પરંતુ તેમના મનમાં તમારા માટે ફક્ત ઈર્ષ્યા અને દ્વેષ હોય તેવા લોકોથી તમારે અંતર બનાવીને જ રાખવું જોઈએ. આચાર્ય કહે છે આવાદો કોનો સાથ આપણા માટે શત્રુ થી પણ વધારે હોય છે.
અહંકારી લોકો
કહેવામાં આવે છે કે અહંકાર માનવજાતિ માટે વિનાશ કારક હોય છે. અહંકારી પોતાની જાતને તો બરબાદ કરે જ છે સાથે કેના ઘર-પરિવારની આસપાસના લોકોને સુખ સમૃદ્ધિમાં પણ મુશ્કેલીઓ ઉભી કરે છે. આવા અહંકારી લોકોથી મા સરસ્વતી અને મહાલક્ષ્મી બંને નારાજ રહે છે. આવા લોકો ના પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે છે ના તો જીવનમાં સફળ થઈ શકે છે.
ધર્મહીન
જે માણસના અંદર પોતાના ધર્મ અને સંસ્કૃતિ ને લઈને આદર ભાવના ન હોય તે મિત્રતા ના નામ પર કલંક છે. ધર્મહીન લોકો પોતાની સાથે પોતાના મિત્રને પણ મુશ્કેલીઓ માં નાખી શકે છે. તેથી આવા લોકોથી દોસ્તી કરવી જોઈએ નહીં.
અહીંનું ત્યાં કરવાવાળા
જે બીજા લોકોને તમારી ગુપ્ત વાતો ને જણાવી તેવા લોકો પર કોઈ દિવસ ભરોસો કરવો જોઈએ નહીં. આવા લોકો અવસરવાદી હોય છે. આવા લોકો વિશ્વાસ ના યોગ્ય હોતા નથી. આ લોકોને કોઈ દિવસ તમારી યોજનાઓમાં સામેલ કરવા જોઇએ નહીં. આવા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ કારણ કે આવા લોકો પોતાના સ્વાર્થ માટે કંઈપણ કરી શકે છે. સમય આવવા પર તમારી ગુપ્ત વાતો પણ બીજાને સામે કહી દેવાની ધમકી આપી શકે છે. આવા લોકો દોસ્ત હોતા નથી તેથી ભૂલથી પણ મિત્ર સમજવા જોઈએ નહીં.