મિત્રો, આજના કહેવાતા આધુનિક સમયમાં માણસોના વિચારોમાં ઘણું પરિવર્તન આવ્યું છે. આજે ઘણી અયોગ્ય બાબતો સામાન્ય માનવામાં આવે છે. આજની યુવા પેઢી ખૂબ જ ખુલ્લા વિચારો વાળી છે. પહેલાના સમયમાં બાળકોના લગ્નનો નિર્ણય ઘરના લોકો કરતા હતા પરંતુ અત્યારના સમયમાં બાળકો યુવાનીમાં પગ મુકતા જ પોતાના માટે કોઈના કોઈ સાથી પોતાની જાતે શોધી લે છે. પરંતુ લગ્ન એ કોઈ સામાન્ય બાબત નથી. પતિ પત્નીનો સંબંધ એક અતૂટ સંબંધ હોય છે. એવામાં પતિ પત્ની વચ્ચેનો સંબંધ ત્યારે જ ટકી શકે છે જો તે બંને એકબીજાને સમજે અને બંને વચ્ચે આપસમાં એકબીજાને સમજવાની સારી સમજ હોય.
પતિ પત્ની એકબીજાને ત્યારે જ સમજી શકે જ્યારે બંનેની ઉંમરમાં વધુ તફાવત ન હોય. કારણ કે માણસની ઉંમરનું તેના વ્યક્તિત્વ અને સ્વભાવ સાથે ઊંડો સંબંધ હોય છે. જો તમારું જીવનસાથી તમારી ઉંમરથી વધુ પડતો નાનો હશે તો તે તમને તમારાથી ઓછો સમજદાર લાગશે. અને જો તમારો જીવનસાથી તમારાથી ખૂબ જ વધારે મોટું છે તો તે તમને હંમેશા નીચું દેખાડવાનો પ્રયત્ન કરી શકે છે. જો તમે તમારી ઉંમરના જ વ્યક્તિ જોડે લગ્ન કરો તો તમારા બંને વચ્ચે સારી સમજદારી અને અન્ડરસ્ટેન્ડિંગ બની રહે છે અને તમે એકબીજાને ખુબ જ સરળતાથી સમજી શકશો.
પતિ પત્ની એકબીજાની ઉંમરના જ હોવા જોઈએ અથવા તો પત્ની કરતાં પતિ વધુમાં વધુ બે થી ત્રણ વર્ષ મોટો હોવો જોઈએ. ઘણી જગ્યાએ જોવા મળે છે કે પતિ પત્ની કરતાં 10 વર્ષ થી પણ વધુ મોટા હોય છે. આવા લગ્ન જીવનમાં ઘણી વખતે મોટી સમસ્યાઓ ઊભી થતી હોય છે. પત્ની યુવાન હોય અને પતિ વૃદ્ધાવસ્થા તરફ ઝડપી આગળ વધે છે ત્યારે બંનેના વિચારો અને લગ્નજીવનની ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય છે. પતિ પત્ની વચ્ચે ઉંમરમાં વધુ પડતો તફાવત હોવાના કારણે બંનેના વિચારોમાં સમાનતા આવતી નથી અને તણાવની પરિસ્થિતિ ઉભી થાય છે. કારણ કે ઉંમરની સાથે વ્યક્તિનું મન અને વિચારો હંમેશા બદલાઈ જાય છે. એટલા માટે જો ઉંમરમાં વધુ પડતો તફાવત હશે તો બંનેના વિચારોમાં ઘણો તફાવત ઊભો થઈ શકે છે. તમારી વચ્ચે કેટલા વર્ષનુ અંતર છે તે અવશ્ય જણાવજો. જય શ્રી કૃષ્ણ