આ હોસ્પિટલમાં દરેક ઈલાજ થાય છે એકદમ મફતમાં, જરૂરિયાતમંદ સુધી આ ખબર પહોંચાડો…

Story

ઓચિંતી બીમારી આવી પડે ત્યારે અને અચાનક મોટું ઓપરેશન કરવાની નોબત આવે ત્યારે સામાન્ય માણસ બહુ મૂંઝવણમાં આવી જતો હોય છે. કારણકે આજની હાઈફાઈ હોસ્પિટલોમાં ઈલાજ કરવો એક સામાન્ય માણસ માટે બહુજ મોંઘો પડે છે.

ગુજરાતમાં આવેલા ભાવનગરમાં ટીમ્બી ગામમાં એક એવી હોસ્પિટલ છે, જ્યાં દર્દીઓની મફત સારવાર થાય છે. તેનું નામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ છે. અધતન સુવિધાઓ ધરાવતી આ હોસ્પિટલમાં ઓપીડી, સોનોગ્રાફી, એક્સરે, લેબોરેટરીમાં થતા ટેસ્ટ અને દવાઓ સાવ મફતમાં અપાય છે. મોટી મોટી હોસ્પિટલોમાં લાખો રૂપિયા લઈને જે ઓપરેશન થાય છે તે અહીંયા મફતમાં કરી આપવામાં આવે છે. સારણગાંઠ, એપેન્ડિક્સ,થાઇરોઇડ, ગર્ભાશયના ઓપરેશન, આંતરડાના ઓપરેશન, મોતિયાના ઓપરેશન વગેરે અહીં વિના મુલ્યે કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ગાયનેક, ઈએનટી, ડેન્ટલ, ફિજિયોથેરાપીનો ઈલાજ મફતમાં કરવામાં આવે છે.

અહીં દર્દીઓની સાથે આવતા લોકોને ઉત્તમ પ્રકારનું ભોજન અને રહેવાની સગવડ વિના મુલ્યે કરાય છે. ગર્ભવતી મહિલાઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ છે. અહીંયા કોઈ મહિલા બાળકને જન્મ આપે તો પ્રસુતિ બાદ એક કીટ આપવામાં આવે છે જેમાં ચોખ્ખું ઘી, ગોળ, લોટ વગેરે સાધન સામગ્રીઓ હોય છે. ઉપરાંત સીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવે છે. પ્રસુતાને રજા આપતી વખતે શુદ્ધ ઘીની ઓસધિયુક્ત દોઢ કિલો સુખડીનું બોક્સ આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં પૈસા લેવાનું ડિપાર્ટમેન્ટ જ નથી. ગુજરાતના ખૂણે ખૂણેથી અસંખ્ય લોકો આ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવે છે. રોજ અહીંયા ૭૦૦ થી ૮૦૦ દર્દીઓને સારવાર કરાય છે.

આ હોસ્પિટલનો એકજ ધ્યેય છે જરૂરિયાતમંદની સેવા કરવી. આવોજ એક કિસ્સો એક ગરીબ દર્દીનો હતો. ગઢડા પાસેના જલાલપુર ગામના ૭૫ વર્ષના રાણાભાઇ ચૌહાણના બન્ને પગમાં સડો થઇ ગયો હતો. પરિસ્થિતી પ્રમાણે સારવાર લીધી પણ ગેન્ગરિન ઝડપથી વધવા લાગ્યું. દાદાના હાથપગમાં જીવાત દેખાવા લાગી અને દુર્ગંધ આવા લાગી. ગામના ડોક્ટરે પાટાપિંડી કરવાની ના પડી દીધી. જયારે પ્રાઇવેટ દવાખાનામાં ઓપરેશનનો બે લાખ ખર્ચ કીધો. ઘરમાં ખાવાના ફાંફા હોવાથી પૈસાની સગવડ થઇ નહિ એવામાં ક્યાંકથી માહિતી પ્રાપ્ત થઇ કે નિર્દોસનંદજી હોસ્પિટલમાં વિના મુલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. દાદાને હોસ્પિટલ લાવ્યા અને ત્યાં એમની વિના મુલ્યે ઓપરેશન થયું અને એમની જિંદગી બચી ગઈ.

આવા એક નહિ અનેક દાખલા છે જેમાં હોસ્પિટલ નિમિત્ત બની છે. આ હોસ્પિટલ એક સન્યાસી અને પરોપકારી સંતના નિર્ણયથી ઉભી કરાઈ છે. પૈસાને સ્પર્શ ન કરવું એ એમનું વ્રત છે. નિર્દોષાનંદજી નામના મહારાજ આ વિસ્તારમાં જુદા જુદા આશ્રમમાં વિહાર કરતા હતા. તેમને યોગ્ય સારવાર ન મળતા રિબાઈ રિબાઈને ગરીબોને મરતા જોયા. પોતાના ભક્તો અને અનુયાયીઓ પાસે નિઃશુલ્ક હોસ્પિટલ બનાવવાની વાત કરી. આ જાણી તેમના ભક્તોએ અને મનુબેનએ એક લાખ ચોરસફૂટની જમીન દાનમાં આપી. બીજા અનેક ભક્તોએ કરોડોનો ફાળો આપ્યો. જેના કારણે અમદાવાદ અમરેલી હાઇવે ઉપર ૧૦૦ બેડવાળી હોસ્પિટલ ઉભી થઇ ગઈ. આ હોસ્પિટલને દર મહિને ૫૦ લાખનો ખર્ચ થાય છે તોપણ ગરીબ પરિવારને તે મફત સારવાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *