મિત્રો, પુરુષ પોતાની મૂર્ખતાના કારણે જ બરબાદ થઈ જાય છે. પુરુષ ઘણીવાર એવા મૂર્ખતા ભર્યા કાર્ય કરે છે જેનો ફાયદો સ્ત્રીઓ ઉઠાવી જાય છે. આવા મૂર્ખ પુરુષની પત્ની પણ તેને ધુત્કારવા લાગે છે અને તેનું અપમાન કરવા લાગે છે. જે પુરુષમાં આ પાંચ લક્ષણો હોય તેની પત્નીના મનમાંથી તે પુરુષ હંમેશા માટે નીકળી જાય છે. જે પુરુષ સ્ત્રીઓના કામમાં હંમેશા દખલ દે છે એટલે કે પત્નીની નાની નાની વાતમાં દખલ કરે છે તેઓ પુરુષ તેની પત્નીના મનમાંથી ઝડપથી નીકળી જાય છે. પુરુષે સ્ત્રીઓના કામમાં વધારે રસ રાખવો જોઈએ નહીં. જે પુરુષ જરૂર ન હોવા છતાં સ્ત્રીઓના કામમાં વારંવાર દખલ કરે છે તે પુરુષ સ્ત્રી લંપટ બની જાય છે.
જ્યાં સ્ત્રીઓ કામ કરતી હોય ત્યાં જઈને જે પુરુષ સુખ અનુભવતો હોય તથા જ્યાં પણ સ્ત્રીઓ દેખાઈ જાય ત્યાં ખેંચાઈ જાય તેવા પુરુષને સ્ત્રીઓ મૂર્ખ સમજે છે અને તેની પત્ની માટે આવા પુરુષની કોઈ જ કિંમત રહેતી નથી. જે પુરુષ પારકી સ્ત્રીઓ પાસેથી આજ્ઞા લઈને તેમના કામ કરે છે. અને પોતાના કામ છોડીને પારકી સ્ત્રીઓ પાછળ પાછળ ફરે છે તેવો પુરુષ મહામૂર્ખ હોય છે. જે પુરુષ પારકી સ્ત્રીઓની દરેક વાતને સત્ય માનતો હોય અને પોતાની પત્નીની દરેક વાતને જુઠ્ઠી માનતો હોય તેવા પુરુષની પત્ની કદી પણ તેને મનથી પ્રેમ કરતી નથી અને તે કદી પણ તેના પતિનું સન્માન નહીં કરે.
જે પુરુષ કોઈપણ સ્ત્રી જોઈને તેના તરફ ઝડપથી આકર્ષિત થઈ જાય છે અને હંમેશા અલગ અલગ સ્ત્રીઓના સપના જોવા લાગે છે તેવા પુરુષની પત્નીના દિલમાંથી તે પુરુષ જગ્યા ખોઈ બેસે છે. જે પુરુષ પારકી સ્ત્રીઓ પાછળ પોતાનો ધન વ્યર્થ કરતો હોય એટલે કે પત્ની સિવાય અન્ય સ્ત્રીઓના મોજ શોખ પૂરા કરવા પાછળ પૈસા બરબાદ કરતો હોય તેવી સ્ત્રી તેના પતિને કદી પણ પ્રેમ નથી કરી શકતી. પુરુષનું કર્તવ્ય છે કોઈ ધંધો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પરંતુ જે પુરુષ કોઈ કામ ધંધો કરતો નથી અને પરિવાર પર બોજ બનીને બેઠો હોય તેવા પુરુષની પત્ની પણ કદી તેને મનથી પ્રેમ કરતી નથી. જય શ્રી કૃષ્ણ