સારો સમય આવવાના પહેલા તુલસી આપે છે આ ત્રણ સંકેત, સાક્ષાત લક્ષ્મી માં આવે છે ઘરમાં.

Astrology

મિત્રો તુલસીનો નિત્ય પૂજન કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. તુલસીના પાન વિના ભગવાન કોઈ પણ પ્રકારનો ભોગ અથવા પ્રસાદ સ્વીકાર કરતા નથી. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે મનુષ્ય તુલસીને નિત્ય નમસ્કાર કરે છે તેના પર કોઈ દિવસ કોઈ સંકટ આવતું નથી. જે નિત્ય તુલસીના પાનનું સેવન કરે છે તે દરેક રોગોથી મુક્ત રહે છે. જો તુલસી આપણા ઘરની સામે ઉગાડવામાં આવે તુ આ છોડ આપણું ઘર પણ આવા વારા બધા સંકટ અને નકારાત્મક શક્તિઓ નાશ કરે છે અને આપણા ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર તુલસીનો છોડ દેવી વૃંદા નો અવતાર માનવામાં આવે છે. તેથી દરેક ઘરમાં બીજું કોઈ છોડ હોય કે ન હોય પરંતુ તુલસીનો છોડ અવશ્ય હોવું જોઈએ.બ્રહ્મપુરાણ અનુસાર આપણા ઘરના સામે ઉગાડવામાં આવે તો તુલસીનો છોડ આપણા ઘરની નકારાત્મક શક્તિઓથી રક્ષા કરે છે સાથે આપણને ઘણા બધા સંકેત પણ આપે છે જે સંકેતો આપણા ભવિષ્ય સાથે જોડાયેલા હોય છે કારણ કે તુલસીનો છોડ વાતાવરણમાં રહેલા નકારાત્મક શક્તિઓને પહેલા જ અંદાજ લગાવી દેશે અને આવા વારા સંકટની પહેલાં જાણી લે છેઅને આપણને અલગ અલગ પ્રકારની સુચના આપે છે.

ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું હોય ઘરમાં સુખ-સમૃદ્ધિ વધવાની હોય આ તો તમારો સારો સમય આવવાનો હોય તો આપણને તુલસીના છોડને વડે એની જાણકારી મળે છે. તેથી તુલસીના છોડને પાણી અર્પણ કરતા સમયે આ બધા સંકેતો પર અવશ્ય ધ્યાન આપવું જોઈએ. આજે અમે તમને એ સંકેતો વિશે જણાવીશું.
તમે ઘણી વખત જોયું હશે કે તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે આપણે ઘણી બધી કોશિશો અને દેખભાળ હોવા છતાં આ છોડ સુકાયેલો જ રહે છે તો આ સંકેત છે કે આપણા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ નો વાસ છે અથવા તો તમારા ઘર પર કોઈ વિપત્તિ કે મોટું સંકટ આવવાનું છે. જેનું સંકેત આપણને તુલસીના છોડથી મળે છે.

તુલસીના છોડને સુકાવી એ પણ સૂચિત કરે છે કે કોઈ કારણથી આપણું ધન ખર્ચ થવાનું છેતેથી તુલસીના છોડને કોઈ દિવસ સુકાવા દેવું જોઈએ નહીં.
તુલસીના પાંદડા પોતાની જાતે જ પડવા લાગે તો પાંદડા પીળા થઈને પડે છે તે હવાથી પડે છે એ પ્રાકૃતિક છે તેમાં ગભરાવા ની વાત નથી પરંતુ લીલા પાંદડા પોતાની જાતે જ અલગ થઈને પડવા લાગે તો તમારા ઘરમાં ઝઘડા અને જુદાઈ આવી શકે છે. ઘરના સંબંધો અને પારિવારિક સંબંધો ખરાબ થઈ શકે છે. જો તમને આવા સંકેત મળે તો જગડા થી બચવા માટે સાંજના સમયે તુલસી ની પાસે ઘીનો દીવો અવશ્ય કરવું.

તુલસીની આસપાસનાં બીજાં છોડ ઉગવા લાગી જાય તો તે સારો સંકેત માનવામાં આવે છે. આ સંકેત સૂચવે છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે. તમારો વ્યાપાર ખૂબ જ સારું થવાનું છે. તમને ક્યાંયથી ધનલાભ થઈ શકે છે. અમે ઘણી વાર જોયું હશે કે તુલસીના છોડની પાસે કીડીઓ જમા થઈ જાય છે તમે ગમે તેટલી સંભાળ રાખો આસપાસ સફાઈ રાખો, જંતુનાશક દવાઓ નાખો, પરંતુ કીડીઓ જતી નથી અને તુલસીની ખરાબ કરવા લાગે છે એ વાતનો સંકેત આપે છે કે ઘરની બહારની કોઈ વ્યક્તિ તમારા ઘર પર વિપત્તિ લાવવાનું છે. કોઈ વ્યક્તિના કારણે તમારી ભારે નુક્સાન સહન કરવું પડશે.

તુલસીના છોડ પર સુંદર ચકલી, પતંગિયા કે મનમોહક કોયલ આવીને બેસી જાય અને તુલસી નો છોડ લીલોછમ દેખાવા લાગી તો એ વાતનો સંકેત છે કે તમને ખૂબ જ ઝડપથી ધન લાભ થશે અથવા તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે.તુલસીના છોડ પર ચકલી ને બેસવું ધનલાભનો સંકેત માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *