મિત્રો જે ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવામાં આવે છે તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે. વાસ્તુશાસ્ત્રની રચના ખૂબ જ વિદ્વાનોએ કરી છે. દરેક ગ્રહ નક્ષત્રો અને દિશાઓના દેવતાઓને ધ્યાનમાં રાખીને તેમની વાસ્તુશાસ્ત્રના નિયમો બનાવ્યા છે. જે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનું નિર્માણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે થવું જોઈએ. ઘરની દરેક વસ્તુ રાખતા સમય નવ ગ્રહના પ્રભાવને પણ ધ્યાનમાં લેવી જોઈએ. ઘરમાં રહેલ દરેક વસ્તુનો સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય જ છે. શાસ્ત્રોમાં થોડા ગ્રહોને ખૂબ જ ઉગ્ર માનવામાં આવે છે. તેથી તેમના સંબંધિત વસ્તુઓ ને રાખતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે અન્યથા ઘરનું વાતાવરણ પણ ઉગ્ર અને નકારાત્મક બની જાય છે. વાસ્તુશાસ્ત્રમાં કવિ સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે.
રસોઈ ઘરમાં તવી કઈ જગ્યાએ રાખવી જોઈએ એ આજે અમે તમને જણાવીશું. તવી માં કઈ વસ્તુઓ બનાવી જોઈએ અને કંઈ નહીં આજે અમે તમને જણાવીશું.
રાહુ ગ્રહથી બચવા માટે રસોઈમાં કવિ મુકતા સમયે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર તવી હંમેશા બહારના વ્યક્તિઓથી નજરમાં ના પડે તે રીતે રાખવી જોઈએ. તવા પર બહારના કોઈ વ્યક્તિની નજર પડે તે અશુભ ગણાય છે. તમે જ્યારે તવી પર રોટલી બનાવો ત્યારે સૌથી પહેલા તવી પર મીઠું નાખો. આવું કરવાથી આપણા ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. પહેલી રોટલી હમેશા ગાયની જ બનાવો અને ગાયને હંમેશા પ્રેમથી ખવડાવો. તેવું કરવાના ખૂબ જ સુપ્રભાવ પડે છે. માતા અન્નપૂર્ણા ની ગૌ માતાના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
તાવીને ભૂલથી પણ ઊંધું રાખવું જોઈએ નહીં કારણ કે તવી ને ઊંધું રાખવાથી ઘરમાં અપ્રિય પ્રસંગોની બનવાની સંભાવના રહે છે. તવીને તે સમય ઊંધું કરીને રાખવામાં આવે છે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય. તેથી તવી હંમેશા સીધી રાખવી જોઈએ.
તવીને હંમેશા સાફ ધોઈને રાખવું જોઈએ એઠી તવી રાખવી જોઈએ નહીં. આવું થવાથી ઘરની વ્યક્તિઓનો રાહુ ગ્રહ બગડી શકે છે. જેના કારણે ઘરના લોકોમાં નશા નું વ્યસન થવાની સંભાવના રહે છે.