મૃત્યુ સમયે આવા 3 લોકો ખૂબ જ તડપે છે.

Astrology

મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે જે પણ મનુષ્ય મૃત્યુ પહેલા આ ત્રણ કામ કરે છે તેને મૃત્યુ વખતે સહેજ પણ ડર લાગતો નથી અને તેનું મૃત્યુ સુખપૂર્વક થઈ જાય છે અને જે મનુષ્ય આ 3 કામ નથી કરતા તેમણે મૃત્યુ સમયે ભયંકર પીડા સહન કરવી પડે છે. શ્રીકૃષ્ણ કહે છે કે આ સંસારમાં આત્માને મનુષ્ય શરીર ફક્ત સારા કર્મ કરવા માટે જ મળ્યું છે. મનુષ્યનું આ સંસારમાં પોતાનું કંઈ જ નથી. તેનું પોતાનું શરીર જ તેનું નથી હોતું. પરંતુ મનુષ્ય પોતાના શરીરના મોહમાં પડી જાય છે અને પોતાના મૂળ ઉદ્દેશને ભૂલીને સંસારના માયાજાળમાં એવી રીતે ફસાઈ જાય છે કે તને પરમ સત્યનું જ્ઞાન જ રહેતું નથી. જે મનુષ્ય એ જાણી લે છે કે ન તો હું આ શરીર છું કે ન આ શરીર મારું છે, હું ફક્ત જ્ઞાન સ્વરૂપ છું અને ત્યાં જ મારી એક માત્ર ઇચ્છા છે તે પુરુષ જ સંસારમાં કીર્તિ પામે છે.

અજ્ઞાનના કારણે મનુષ્ય જીવન પર પાપ કર્મ કરે છે. આવો મનુષ્ય નિશ્ચિત રૂપથી મૃત્યુ સમયે ભયંકર કષ્ટોથી ઘેરાઈ જાય છે. તે અત્યંત પીડામાં હાહાકાર કરે છે અને ત્યારબાદ પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. મૃત્યુ બાદ પણ તેની આત્માને મુક્તિ મળતી નથી. ભગવાન શ્રીકૃષ્ણએ એવી ત્રણ વાતો વિશે કહ્યું છે જેને મનુષ્ય પોતાના મૃત્યુ પહેલા કરે તો તેને મૃત્યુનો ડર લાગતો નથી. તેને મૃત્યુ વખતે કોઈ પ્રકારની પીડા પણ થતી નથી. તે સંસારના બધાં જ બંધનોમાંથી મુક્ત થઈને પોતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે. શ્રીકૃષ્ણ કહે છે મનુષ્યના શરીરમાં રહેલી આત્મા અને કામવાસનાનો કોઈ સંબંધ નથી. તે ફક્ત શરીરનો જ એક ગુણ છે જે કામ ઉત્પન્ન કરે છે. અત્યંત કામી પુરુષ જીવનભર અતૃપ્ત રહે છે. મૃત્યુ સમયે પણ તેને પોતાના શરીરથી મોહ છૂટતો નથી.

કામવાસનામાં તે એ રીતે આંધળો બની જાય છે કે તે પરમ સત્યને ભૂલી જાય છે. જે પુરુષ મૃત્યુ પહેલા કામ બંધનોમાંથી મુક્ત બની જાય છે અને ફક્ત ઈશ્વરને જ પોતાનું લક્ષ્ય બનાવી લે છે તેવા મનુષ્ય સુખપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય છે. તેથી મનુષ્ય મૃત્યુ પૂર્વે પોતાની કામવાસનાનો અવશ્ય ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ક્રોધ કરવાથી મનુષ્યનું આયુષ્ય ઘટી જાય છે. ક્રોધ કરવાથી ઘણા બધા પ્રકારના નુકસાન થાય છે. તેથી ક્રોધને વશમાં કરવો ખૂબ જ જરૂરી છે. મૃત્યુ સમયે જો મનુષ્યનું મન જળાશયની જેમ ઠંડું હોય તો તેને મૃત્યુ પણ ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. ક્રોધનો ત્યાગ ન કરવા વાળા મનુષ્યને મૃત્યુ સમયે અત્યંત કષ્ટ ભોગવવું પડે છે.

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દરેક મનુષ્યએ જાણી લેવું જોઈએ કે આ સંસારમાં તેનું પોતાનું કોઈ નથી. મૃત્યુ બાદ બધા જ પારકા થઈ જાય છે અને ફક્ત ભગવાન જ તેના પોતાના રહે છે. જે માણસ મૃત્યુ સમય પણ પોતાના સંબંધીઓનો મોહ છોડી શકતો નથી તે વ્યક્તિ પણ અત્યંત પીડામાં અને કષ્ટમાં મૃત્યુને પ્રાપ્ત થાય છે. તેને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. મોક્ષની ઇચ્છા રાખવાવાળા વ્યક્તિને મૃત્યુ નજીક આવતાં પોતાના પ્રિયજનો નો મોહ છોડી દેવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ આ ત્રણ કાર્યો વિશે કહ્યું છે. જે મનુષ્ય આ ત્રણ કાર્યો નથી કરતો તે મૃત્યુ સમયે ખૂબ જ તડપે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *