મિત્રો આપણે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે જીવનમાં ઘણા બધા પ્રકારનાં પાપ કરીએ છીએ પરંતુ જ્યારે આપણું અંતિમ સમય નજીક આવે છે ત્યારે આપણે તે પાપ ના પરિણામથી ડરવા લાગીએ છીએ. એવામાં આપણે વિચારવા લાગીએ છીએ કે જો આપણી આપ પાપની પુણ્યમાં બદલી શકીએ. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ખરાબ કર્મોના ફળને સારા કર્મોથી ઓછું કરી શકાય છે એટલે કે પાપની પુણ્ય મા બદલી શકાય છે. આજે અમે તમને જણાવીશું.
આજે અમે તમને એક કહાની કહીશું. ખૂબ વર્ષો પહેલા એક રાજ્ય પર બહુ જ ક્રૂર રાજા રાજ કરતો હતો. તે તેની પ્રજાને હેરાન કરવાનો અને તેમની પાસેથી ધન લૂંટવાનો કોઈ પણ મોકો જવા દેતો ન હતો પરંતુ એક દિવસ અચાનક તેને તેની પ્રજાને હેરાન કરવાનું બંધ કરી દીધું અને તેનું બધું ધ્યાન સત્કર્મો કરવામાં લગાવી દીધું. તે જરૂરતમંદ ની મદદ કરવા લાગ્યો, ભૂખ્યાને ભોજન અને ગરીબોને ધન વહેચવા લાગ્યું. પછી એ સમય પણ આવી જ્યારે રાજા અચાનક બીમાર પડી ગયો. એક તરફ રાજા મૃત્યુ શૈયા પર હતો ત્યાં બીજી તરફ તેના યુવાન પુત્રની મૃત્યુ થઈ ગઈ. પુત્રના મૃત્યુ નું દુઃખ રાની સહન કરી શકી નહીં અને તેને પણ દેહ ત્યાગ કરી દીધો.
રાજા બધું જોઈને ખૂબ જ દુઃખી થઈ ગયું. તેનો પરિવાર તેની સામે તૂટી ગયો હતો પરંતુ તે કઈ કરી શકતું ન હતું. એવામાં ઉદાસ થઈને તેના મહામંત્રી ને પૂછ્યું મેં તો પાપ કરવાના વર્ષો પહેલાં જ બંધ કરી દીધા હતા હું તો લોકોની સહાયતા પણ કરી રહ્યો હતો, દાન ધર્મ અને પૂજાપાઠમાં પણ લાગેલો હતો, તો ભગવાને મને કઈ વાત ની સજા આપી, મેં તો સાંભળ્યું હતું કે પુણ્ય કરવાથી પાપનો બોજ ઓછો થઈ જાય છે તો મારા જોડે જ આવું કેમ થયું? આ સાંભળીને મહામંત્રીએ જવાબ આપ્યો મહારાજ પાપ ની પુણ્યથી નહીં પરંતુ પસ્તાવાથી જ ઓછું કરી શકાય છે.
મનુષ્ય જીવન ભર પાપ કરે છે પરંતુ ભગવાન જોડે અપેક્ષા કરે છે કે તેના દ્વારા કરવામાં આવેલ પાપ નું ફળ ના મળે. આવું સંભવ નથી. તમે જે કર્મ કર્યા હોય પછી તે સારા હોય કે ખરાબ આપણે તેમનું ફળ ભોગવવું જ પડે છે. આવું તો આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે. મનુષ્ય તેના દુઃખ અને મુશ્કેલીઓ માટે ભગવાન અને ભાગ્યને દોષ આપે છે પરંતુ તે ભૂલી જાય છે તેની સાથે જે થાય છે તે તેના કર્મોનું જ પરિણામ છે અને મારા તમે જે દુઃખ સહન કરી રહ્યા છો તે તમારા ભૂલો અને ખરાબ કર્મોનું ફળ છે. મહામંત્રીની આ વાત સાંભળીને રાજા ક્રોધિત થઈ ગયો અને તેને કહ્યું આવું હોય તો મે વ્યર્થ જ સારા કામ કર્યા જો મારે આ દિવસ જોવાનું જ હતો તુમે પાપ નો રસ્તો શું કામ ત્યાગ કર્યો હતો.
રાજા ના પ્રશ્નનો જવાબ આપતાં મંત્રીએ કહ્યું મહારાજ તમે જે પણ કર્મ કર્યા છે તેનું ફળ તમને મળશે જ, તમે જે પાપ કર્યા છે તેનું અત્યારે તમને ફળ મળી રહ્યું છે પરંતુ તમે જે પુણ્ય કર્યા છે તેનું ફળ પણ તમને જરૂર મળશે. તે સાંભળીને રાજા બોલે કે પાપ ના બોજને ઓછો કરવાનો કોઈ ઉપાય નથી. તે સાંભળીને મહામંત્રીએ કહ્યું કે એક ઉપાય છે પસ્તાવાનું. કોઈપણ પાપ ને પુણ્ય માં બદલી શકાતું નથી. જો તમે પુણ્ય કર્મોનું ફળ ઇચ્છો છો તો તમારે સત્કર્મ કરવા જ પડશે. જો તમે પાપ ના ફળ થી બચવા માંગો છો તો તે માટે પસ્તાવો કરવો જ પડશે એ પણ સાચા મનથી.
મિત્રો મહાભારતમાં પણ કહેવામાં આવી છે કે જે વ્યક્તિ પશ્ચાતાપ કરે છે તે તે પાપથી મુક્ત થઈ જાય છે પરંતુ યાદ રહે પશ્ચાતાપ સાચા મનથી હોવો જોઈએ. મનમાં દૃઢ નિશ્ચય હોવું જોઈએ કે હું ભૂલથી પણ આ પાપ કરીશ નહીં ભલે મારો જીવ પણ જતો રહે.