શ્રીકૃષ્ણે કહ્યું છે, ભાગ્યશાળી સ્ત્રીમાં આ 7 લક્ષણો હોય છે, ગરીબી તેના ઘરનુ પગથિયુ નહિ ચડી શકે.

Astrology

મિત્રો, કોઈપણ ઘરની ખુશહાલી ઘરમાં રહેલી માતા લક્ષ્મીનું સ્વરૂપ સ્ત્રી પર નિર્ભર હોય છે. એક સ્ત્રી વગર કોઈ પણ ઘર નથી રહેતું. મહિલાઓથી જ ઘરમાં રોનક હોય છે. સ્ત્રી પોતાના ગુણો અને કાર્યોથી ઘરને સ્વર્ગ બનાવી દે છે. ઘરમાં સ્ત્રીના પગલા સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાનશ્રી કૃષ્ણએ ભાગ્યશાળી સ્ત્રીમાં રહેલા કેટલાક લક્ષણો વિશે જણાવ્યું હતું. સામુદ્રિક શાસ્ત્રમાં પણ મહિલાઓના કેટલાક અંગો વિશે વાત કરી છે જે મહિલાઓને ભાગ્યશાળી બનાવે છે.

તમે મહાલક્ષ્મી માતાની તસ્વીર માં તેમના વાળ લાંબા અને કાળા જોયા હશે. જે મહિલાઓના વાળ કાળા તેમજ લાંબા હોય તેમને જીવનમાં સુખ તેમજ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. ગોળ ચહેરો તેમજ મોટી આંખોવાળી સ્ત્રીઓ દયાળુ હોય છે. આવી મહિલાઓ પોતાના પતિ પ્રત્યે ખુબજ વફાદાર હોય છે. આવી મહિલા જે ઘરમાં લગ્ન કરીને જાય છે તે ઘરમાં ક્લેશનુ વાતાવરણ કદી બનતું નથી અને પરિવારનું ભાગ્ય ચમકી જાય છે.

જે સ્ત્રીનું કપાળ મોટું હોય છે તેવી સ્ત્રીને ભાગ્યશાળી સ્ત્રી માનવામાં આવી છે આવી સ્ત્રીઓ પોતાના પરિવારનું કલ્યાણ કરવાવાળી હોય છે. જે મહિલાઓના નાક ઉપર તલ હોય છે એવી મહિલાઓ પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓ ના લીધે તેના પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવે છે. જે મહિલાના દાંત સફેદ અને સીધા હોય અને ઉપરના બે દાંત વચ્ચે જગ્યા હોય અને જીભ પાતળી અને લાલ કે ગુલાબી રંગની હોય અને હોઠ ઉપર તલ હોય આવી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી મહિલા તેના પરિવારનો સંપૂર્ણ ધ્યાન રાખવા વાળી હોય છે.

જે સ્ત્રીની ગરદન પાતળી તેમ જ લાંબી હોય છે એ સ્ત્રી પણ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાના પતિ તેમના વ્યાપાર અને નોકરીમાં ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરે છે. જે સ્ત્રીના ખભા આગળની તરફ નમેલા હોય, જેમની હથેળી ગુલાબી હોય છે આવી મહિલાના હાથમાં જ તેમનું ભવિષ્ય ચમકે છે. આવી મહિલાઓ ધનને ખૂબ જ સમજદારીથી ખર્ચ કરે છે. પતિનો હંમેશા સાથ આપવા વાળી હોય છે.

જે મહિલાના પગ લાંબા હોય છે, જેમાં સ્ત્રીના પંજા સુંદર હોય છે, પગની આંગળીઓ નજીક નજીકમાં હોય છે. વિડિયો ગોળ અને નરમ હોય છે આવી સ્ત્રીઓ સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. કારણ કે પુરાણમાં જણાવ્યા અનુસાર આવા પગ માતા લક્ષ્મીના હોય છે. જે મહિલાની નાભિ ગોળ તેમજ ઉંડી હોય છે. નાભિ માં કે નાભિની આસપાસ તલ હોય આવી મહિલાઓ સૌભાગ્યશાળી હોય છે. અશોક ભાગ્યથી જ ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ કેટલાક લક્ષણોથી ભાગ્યશાળી સ્ત્રીની ઓળખ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *