મિત્રો, આપણા સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ લેવી એ ખૂબ જ જરૂરી છે. જો આપણે ઊંઘ સારી રીતે પૂરી ન થાય તો શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે. આપણા વાસ્તુશાસ્ત્રમાં આપણે કઈ દિશામાં ઊંઘવું જોઈએ અને કઈ દિશામાં ન આવવું જોઈએ તેનું વર્ણન કરવામાં આવેલું છે. વાસ્તુશાસ્ત્રમાં ઊંઘવા માટે કઈ દિશા શુભ હોય છે અને કઈ દિશા અશુભ હોય છે તેનું સુંદર વર્ણન કરેલું છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઉત્તર દિશા તરફ માથું રાખીને અને દક્ષિણ દિશા તરફ પગ રાખીને કદી પણ ઊંઘવું જોઈએ નહીં. કારણ કે ઉત્તરની દિશા ઊંઘવા માટે મૃત્યુની દિશા માનવામાં આવે છે. આ દિશા બીજા અન્ય કામો કરવા માટે ખૂબ જ શુભ હોય છે પરંતુ આ દિશા બાજુ માથું રાખીને ઊંઘવા બાબતે આ દિશા બિલકુલ અશુભ માનવામાં આવે છે.
આનું મુખ્ય કારણ એ છે કે ઉત્તર દિશા સ્વર્ગલોકની દિશા છે અને દક્ષિણ દિશા યમલોકની દિશા છે. એથી યમલોકની દિશા તરફ પગ રાખીને કદી પણ ઊંઘવું જોઈએ નહીં. એટલે કે વાસ્તુશાસ્ત્ર મુજબ મિત્રો જો આપણે દક્ષિણ દિશા બાજુ પગ રાખીને ઊંઘીએ છીએ તેનો મતલબ આપણે યમલોક તરફ જઈ રહ્યા છીએ. તેથી દક્ષિણ દિશા તરફ પગ રાખીને કદી પણ ઊંગવું જોઈએ નહીં.
મિત્રો એ તો તમે જાણતા જ હશો કે આપણે ત્યાં જ્યારે પણ કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે મૃતક વ્યક્તિના પગ પણ દક્ષિણ દિશા તરફ રાખવામાં આવે છે જેથી મૃત વ્યક્તિની આત્માને સરળતાથી યમલોક તરફ જઈ શકે. કારણ કે શાસ્ત્રો માં જણાવ્યા મુજબ દક્ષિણ દિશાને યમલોકની દિશા માનવામાં આવે છે તેથી પણ દક્ષિણ દિશા તરફ પગ રાખીને ઊંઘવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને ઊંઘવું એ ખૂબ જ ઉત્તમ અને ફાયદાકારક હોય છે. ઊંઘવાની બાબતમાં આ ખૂબ જ મહત્વની બાબતનું આપણે થોડું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ.