મરણ પથારીએ પડેલા પતિએ પત્નીને આપેલી આ ૧૦ શિખામણ કાળજુ કઠણ રાખીને દરેક પત્ની અવશ્ય વાંચે

Astrology

મિત્રો, એક 40 વર્ષનો યુવાન મરણ પથારીએ પડ્યો છે અને તેના ખાટલાની એક બાજુ બે બાળકો બેઠા છે અને માથાની બાજુમાં તેની પત્ની બેઠી છે. શ્વાસ છોડતા છોડતા તે યુવાન પતિ તેની પત્નીને શિખામણના બે શબ્દો કહે છે. મરતા મરતા એ યુવાન પતિ તેની પત્નીને કહે છે કે લગ્નની ચોરીમાં જ્યારે આપણે બંને ચાર ફેરા ફર્યા હતા ત્યારે અગ્નિની સાક્ષીએ સાથે જીવવા અને મરવાના વચન આપ્યા હતા પરંતુ મને ખબર ન હતી કે એકાએક આમ તને એકલી છોડીને જવું પડશે, ચાલ હું જાઉં છું

મારા મૃત્યુ પછી તારા કપાળ પર એક વિધવા નું લેબલ લાગી જશે અને આ સમાજના લોકો તને અપશુકનિયાળ ગણશે એટલે મારી તને એક વિનંતી છે કે લોકો સવાર સવારમાં જ્યારે કામ ધંધા પર જતા હોય ત્યારે સવારે તું ગામમાં નીકળતી નહીં, ઘરમાં પુરાઈ રહેજે નહિતર ગામના લોકો તારું મોઢું જોઈને તારા પર નિશાસા નાખશે, ચાલ હવે હું જાઉં છું

મારા ગયા પછી સગા સંબંધીઓ બધા આવીને જુઠ્ઠા આશ્વાસન આપશે, એ જુઠા આશ્વાસનના વિશ્વાસે બેસી ના રહેતી કારણ કે અંધારામાં માણસનો પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે એટલે તું પોતાના પગભર થઈને જીવન જીવજે, ચાલ હું જાઉં છું.

લોકો એવું કહે છે કે પુરુષ એ ઘરનો મોભ કહેવાય અને એ મોભ તૂટી પડે ત્યારે આખું ઘર વેરણ છેરણ થઈ જાય છે પણ મને તારા પર વિશ્વાસ છે કે તું મહેનત મજૂરી કરીને આપણા બાળકોનું ભરણપોષણ કરીને ઘરને બેઠુ રાખીશ, ચાલ હવે હું રજા લઉં છું

જ્યારે હું કામે બહાર જતો ત્યારે તું સાંજે દરવાજે મારા પાછા આવવાની રાહ જોતી પરંતુ હવે હું કાયમ માટે જઈ રહ્યો છું એટલે સાંજે મારા પાછા આવવાની રાહ ના જોતી કારણકે હું કદી પાછો આવવાનો નથી, હવે મારી રાહ જોયા વગર જમવાનો ટાઈમ થાય એટલે જમી લેજે, ચાલ હું રજા લઉં છું

જતા જતા હું તને એક ચેતવણી આપતો જાઉ છું કે મારા ગયા પછી સમાજમાં રહેલા કેટલાક ભૂખ્યા વરુ તારી આગળ પાછળ દોડતા થઈ જશે માટે એમનાથી તું ચેતીને રહેજે કારણ કે મને ખબર છે કે જો આ ભૂખ્યા વરૂ તારા સતીત્વને અભડાવશે તો તું જીવી શકીશ નહીં, ચાલ હું જાઉં છું

મેં જિંદગીમાં તારાથી એક વાત છુપાવી છે અને બની શકે તો મને માફ કરજે. તું જ્યારે મારી પાસે સોનાની બંગડી માગતી હતી ત્યારે હું તને ઘસીને ના પાડી દેતો હતો અને તે બંગડી લાવવા માટે મેં બેંકમાં એક રીકરીંગ ખાતું ખોલાવ્યું છે અને તેમાં એક લાખ રૂપિયા જમા થયા છે પરંતુ તારી બંગડી બનાવું તેના પહેલાં તો મારે યમરાજનું તેડું આવી ગયું. તને બંગડી લઈ આપવાની ઈચ્છા મનમાં અધૂરીને અધૂરી રહી ગઈ. તે પૈસા સાચવીને તારી પાસે રાખજે. તારા ઘડપણમાં કામ આવશે કારણ કે છોકરો મોટો થઈને જો તારી સેવા ના કરે તો એ પૈસા તારે કામ આવશે. ચાલ હું રજા લઉં છું

મિત્રો પતિ પત્ની જીવનરથના બે પૈડા છે અને જો રથના બંને પૈડા સરખા હોય તો રથ કોઈપણ જાતના વિઘ્ન વગર દોડે છે. જો પતિ અને પત્ની બંનેમાંથી એક પૈડું જીવનમાંથી નીકળી જાય તો તે રથ હંકારવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે એટલા માટે પતિ પત્ની જીવતા જ એકબીજાની કિંમત સમજી લેજો. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *