પતિ પત્નીની સાથે રહેવા માટે આ ચાર વાતો યાદ રાખવી જોઈએ. મિત્રો લગ્ન એ ખૂબ જ સરસ અહેસાસ છે. જેમાં બે લોકો સાથે મળીને મજબૂત સંબંધ બનાવે છે પરંતુ તમે સાંભળ્યું હશે કે બંનેની એકબીજા સાથે તાલમેલ બનતું નથી અને સંબંધમાં ખટાસ આવવા લાગે છે. તેના પાછળનું એક કારણ વાસ્તુદોષ પણ માનવામાં આવે છે. તેના સિવાય સુતા સમયે પતિ પત્નીને થોડી વાતો યાદ રાખવી જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
વાસ્તુની માનો તો તમારા બેડનું યોગ્ય દિશામાં હોવું જરૂરી છે. આજે અમે તમને બેડરૂમ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો વિશે જણાવીશું જેને સમય રહેતા બદલી દેવું જ યોગ્ય છે.
કઈ દિશામાં બેડરૂમ હોવું જોઈએ
વાસ્તુ અનુસાર દંપત્તિને હંમેશા પોતાનો બેડરૂમ ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવવું જોઈએ તેનાથી વૈવાહિક જીવનમાં મજબૂતી અને ખુશાલી આવે છે.
બેડરૂમમાં હંમેશા લાકડાનો જ બેડ રાખવો જોઈએ. આજની ફેશન વાળી દુનિયામાં બેડની અલગ અલગ ડિઝાઇનનો આવી ગઈ છે. લોકો લોખંડના બેડ પર સૂવાનું પસંદ કરે છે. પરંતુ વાસ્તુ અનુસાર બેડરૂમમાં હંમેશા લાકડાનું જ બેડ હોવું જોઈએ.
પતિને હંમેશા બેડ ની જમણી બાજુ અને પત્નીને હંમેશા ડાબી બાજુ સૂવું જોઈએ. વાસ્તુ અનુસાર તેનાથી સંબંધમાં મજબૂતી અને પ્રેમ પણ વધે છે. વાસ્તુનું માનીએ તો પતિ પત્નીના રૂમની વસ્તુઓ યોગ્ય હોવાની સાથે સાથે તેમનું યોગ્ય દિશામાં સૂવું પણ મહત્વપૂર્ણ છે. તેનાથી લગ્નજીવનમાં મીઠાશ અને પ્રેમ રહે છે. તેના માટે એકદમ પતિએ પોતાનું પગ ઉત્તર દિશામાં અને માથું દક્ષિણ દિશામાં રાખવા જોઈએ.
સ્ત્રી પુરુષ એ પોતાના રૂમમાં સફેદ બતકની જોડમાં ફોટો લગાવવો જોઈએ. તેનાથી બેડરૂમમાં રહેલી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં ફેરવાઈ જશે. તેનાથી તમારા ઘરનો માહોલ પણ ખુશનુંમાં રહે છે. સાથે દંપતીમાં રહેલી ખટાશ દૂર થઈ જાય છે અને સંબંધમાં મજબૂતી આવે છે. દંપતીએ બેડરૂમમાં હંમેશા તાજા અને ખુશ્બુદાર ફુલ જ રાખવા જોઈએ. જેની સુગંધી તમારું મન ખુશ રહેશે. સાથે જ રૂમમાં સકારાત્મક ઊર્જાનું સંચાર થશે.
પતિ પત્ની ના લગ્નને વધારે સમય વીતી ગયા પછી તેમના સંબંધમાં નકારાત્મક વાતો જગ્યા બનાવવા લાગે છે. અમે તમને એવી થોડી વાતો જણાવીશું જેનાથી પતિ-પત્ની વચ્ચે કોઈ દિવસ તકરાર થશે નહીં.
પતિ પત્નીના સંબંધમાં સૌથી વધારે ઝઘડા એકબીજાને સમજ્યા વીના જ થાય છે. તમારી જિંદગીમાં જે પણ થાય છે તે તમારા પાર્ટનરની હંમેશા કહો.
લગ્ન જીવનની સૌથી મોટી કમજોરી એ છે કે તે પોતાનો પ્રેમ કોઈ દિવસ જાહેર કરતા નથી કારણ કે એમને એવું માનવું હોય છે કે વિવાહના આટલા વર્ષો પછી તેની શું જરૂર છે. જો પ્રેમ જાહેર થાય જ નહીં તો સંબંધમાં પ્રેમની મીઠાશ રહેશે નહીં.