જે ઘરના મંદિર ઉપર આ 2 વસ્તુ હોય તે ગરીબીનું કારણ બને છે.

Astrology

મિત્રો ઘણી વખતે ખૂબ જ મહેનત કરવા છતાં સફળતા મળતી નથી, ઘરમાં પૈસા ટકતા નથી તેના પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. ઘણીવાર પૂજાપાઠ નિયમિત કરવા છતાં ઘરની પરિસ્થિતિમાં સુધારો આવતો નથી. ઘણીવાર વાસ્તુદોષના કારણે આમ બનતું હોય છે. ઘરના પૂજાસ્થાનમાં અમુક વસ્તુઓ કેવી રીતે મુકવી જોઈએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

મિત્રો, ઘરના પૂજાસ્થાનની ઉપર ઘરની સીડી ન હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ પરિસ્થિતિમાં ઘરના મંદિરને સીડી નીચે ન રાખવું જોઈએ અને જો આમ કરવામાં આવે તો ઘરમાં મુશ્કેલીઓ બની રહે છે. ઘરમાં કલહ-કંકાશ થાય છે. ધન સંપત્તિના પ્રશ્નો ઊભા થવા લાગે છે. ઘરના બાથરૂમની બાજુમાં પણ ઘરનું પૂજા સ્થાન ન હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ જે ઘરમાં પૂજા સ્થાન બાથરૂમની બાજુમાં હોય તે ઘરના સૌથી મોટા વ્યક્તિ પર આફતો આવવાની શરૂ થઈ જતી હોય છે અને ઘરના વડીલને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અને આવી જગ્યાએ ઘર ના મંદિર નું સ્થાન હોવાથી પૂજાપાઠનો પણ કોઈ ફાયદો મળતો નથી.

મિત્રો, ઘરના મંદિર નું સ્થાન નક્કી કરતી વખતે આ બે વસ્તુઓનું ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. જ્યારે આપણે પૂજા કરવા બેસીએ છીએ ત્યારે આપણું મો દક્ષિણ દિશા તરફ ક્યારેય પણ ન હોવું જોઈએ. ઘણીવાર ઘરમાં જગ્યા ન હોવાને કારણે લોકો બેડરૂમમાં પૂજા સ્થાન બનાવી લે છે પરંતુ મિત્રો ઘરના બેડરૂમમાં પૂજાનું સ્થાન ક્યારેય પણ ન હોવું જોઈએ. મંદિર એ અતિ પવિત્ર સ્થાન છે જેથી મિત્રો મંદિરનું સ્થાન નક્કી કરતી વખતે આ બાબતોનું ધ્યાન ચોક્કસથી રાખવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *