પત્નીના પગમાં છુપાયેલું છે પતિનું ભાગ્ય

Astrology

મિત્રો, આમ તો દરેક સ્ત્રી સૌભાગ્યશાળી હોય છે પરંતુ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જાણી શકાય છે કે તે સ્ત્રી તેના પતિ અને પરિવાર માટે સૌભાગ્યશાળી છે કે નહીં. સ્ત્રીનો તેના પતિના જીવન પર ખૂબ જ પ્રભાવ પડે છે. પુરુષના ભવિષ્યનું રહસ્ય તેની પત્નીના પગમાં છુપાયેલું હોય છે. જો કોઈ પુરુષની પત્નીના પગના તળિયે અગ્રચક્ર, સ્વસ્તિક કે ભાલુનું ચિન્હ દેખાય તો તેનો પતિ રાજા બની શકે છે અને તે રાણીની જેમ જીવન વ્યતિત કરે છે. જો કોઈ સ્ત્રીના પગના તળિયે ચક્ર, ધ્વજ કે પછી સ્વસ્તિકનું ચિન્હ બનતું હોય તો તે સ્ત્રી સાથે લગ્ન કરવા વાળા વ્યક્તિને રાજયોગ પ્રાપ્ત થશે.

જો કોઈ સ્ત્રીની પગની બીજી આંગળી એટલે કે અંગૂઠાના બાજુમાં રહેલી તર્જની આંગળી અન્ય આંગળીઓ કરતા મોટી હોય તો તેવી સ્ત્રીના ચરિત્ર પર હંમેશા સંદેહ રહે છે. તે ગમે ત્યારે તેના પતિને દગો આપી શકે છે. જો સ્ત્રીના પગની મધ્યમા અને અનામિકા આંગળી ની લંબાઈ લગભગ સમાન હોય તો તે પતિના આર્થિક નુકસાન તરફ સંકેત કરે છે. આવી સ્ત્રીને સાસરીમાં લોકો સાથે સારા સંબંધ બને છે પરંતુ પતિ સાથે તેનો સંબંધ હંમેશા સમસ્યાઓ વાળો રહે છે.

જો સ્ત્રીના પગની એડી ગોળ,કોમળ અને આકર્ષક હોય તો તેવી સ્ત્રીને ખૂબ જ શાનદાર અને સુખી સંપન્ન જીવન પ્રાપ્ત થાય છે પરંતુ પગનું તળિયું જો ખૂબ જ મોટું અને ઊંડું હોય તો તે તેના જીવનમાં સંઘર્ષનું સૂચન કરે છે. જો અંગૂઠો અને તેની બાજુમાં રહેલી તર્જની આંગળી વચ્ચે જગ્યા વધારે રહેતી હોય તો તે જીવનભરના સંઘર્ષો તરફ ઈશારો કરે છે એટલે કે તેવી સ્ત્રીને જીવનભર સંઘર્ષ કરતા રહેવું પડે છે. જો તમે તમારું ભવિષ્ય જાણવા માગતા હોય તો સૌથી પહેલા તમારી પત્ની પાસે જઈને તેમના પગ જુઓ કારણ કે તમારી પત્નીના પગમાં જ તમારું ભવિષ્ય રહેલું છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *