વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વાર નું ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે. જે ઘરમાં મુખ્ય દ્વાર હોતો નથી ત્યાં લક્ષ્મી પ્રવેશ કરતી નથી.ઘરના મુખ્ય દ્વાર દ્વારા લક્ષ્મી માતા અને બીજા દેવી-દેવતાઓ ઘરમાં પ્રવેશ કરે છે. મુખ્ય દ્વારને હંમેશા વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે બનાવવા જોઈએ ત્યારે જ એના શુભ પરિણામ તમને મળે છે.
વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વાર નો આકાર, તેનું કદ અને મુખ્ય દ્વારની પાસે રાખવામાં આવતી વસ્તુઓ માટે વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જો તમારો મુખ્ય દ્વાર પહેલાથી બનેલો હોય તો તેના ઉપર શુભ નું નિશાન બનાવીને તેનો દોસ નાશ કરી શકો છો.
1. મુખ્ય દ્વારની દિશા
મુખ્ય દ્વારની દિશા બહુ મોટો ભાગ ભજવે છે. ખોટી દિશામાં બનેલો મુખ્ય દ્વાર ખરાબ ફળ આપે છે. મુખ્ય દ્વાર માટે સૌથી ઉત્તમ દિશા પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા છે. આ દિશામાં મુખ્ય દ્વાર બનાવવા થી તેના ઘરમાં રહેવાવાળા લોકોનો વિકાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. મુખ્ય દ્વાર કદી પણ દક્ષિણ દિશામાં અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં ન બનાવવું જોઈએ.
2. મુખ્ય દ્વાર નો આકાર
મુખ્ય દ્વાર નો આકાર હંમેશા બે દરવાજા વાળો હોવો જોઈએ. લાકડા થી બનેલો મુખ્ય દ્વાર શ્રેષ્ઠ ફળ આપવા વાળો માનવામાં આવે છે. મુખ્ય દ્વાર ઘરના બીજા દરવાજા કરતાં મોટો હોવો જોઈએ.
3. મુખ્ય દ્વાર પાસેની સીડીઓ
મુખ્ય દ્વારની સામે કદી ઉપર જતી સીડીઓ હોવી ન જોઈએ. તે પરિવારના સદસ્યો ની ઉન્નતિ થવા દેતો નથી. આ સીડીઓ ઘરમાં પ્રવેશવા વાળી સકારાત્મક શક્તિઓને બાધારૂપ બને છે.
જો મુખ્ય દ્વાર પર કોઈ ઝાડનો છાયડો પડતો હોય તો તેને અશુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દ્વારની સામે કોઈ ઝાડ કે દિવાલ ન હોવી જોઈએ.
મુખ્ય દ્વાર જેટલો સજાવટ કરેલો હશે એટલે જ ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે. મુખ્ય દ્વાર પર શુભ સંકેત બનાવ્યા પછી તેના પાસે આસોપાલવ અથવા આમના પત્તા નો હાર બનાવીને લગાવો જોઈએ. જેનાથી લક્ષ્મી માની કૃપા તમારા પર બની રહે છે