મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે દરેકના વિચારોમાં જ ફરક હોય છે કારણ કે સમસ્યાઓ તમને કમજોર નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવે છે. જ્યારે તમે એકલા હોય ત્યારે તમારા વિચારો પર કાબુ રાખો અને જ્યારે સૌની સાથે હોય ત્યારે જીભ ઉપર કાબુ રાખો. ગુસ્સામાં કદી પણ ગલત ન બોલો કારણ કે તમારો મૂડ તો ઠીક થઈ જશે પરંતુ બોલેલી વાતો પાછી નહીં આવે. પરિસ્થિતિ જેટલી વધારે તમને તોડશે તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દેશે. જીવનમાં વધારે સંબંધો જરૂરી નથી પરંતુ સંબંધોમાં જીવન હોવું જરૂરી છે. ભૂલ જીવનનું એક પત્તુ છે પરંતુ સંબંધ આખી ચોપડી છે. જરૂર હોય ત્યારે ભૂલનું એક પત્તું ફાડી દેજો પરંતુ એક પત્તાના કારણે આખી ચોપડી ફાડી ના દેતા.
જેમ ઉકળતા પાણીમાં પડછાયો નથી દેખાતો તેમ ચિંતિત મનમાં તેનું સમાધાન નથી દેખાતું. મનને શાંત કરીને વિચારો તો બધી સમસ્યાઓ નું સમાધાન મળી જશે. સંસારમાં કોઈ પણ મનુષ્ય સર્વગુણ સંપન્ન નથી હોતો એટલા માટે કેટલીક ખામીઓને નજર અંદાજ કરીને સંબંધોને બનાવીને રાખો. સંબંધોની કદર પણ પૈસાની જેમ રાખો કારણ કે બંનેને કમાવવું મુશ્કેલ છે પરંતુ ખોવું એકદમ સરળ છે. સમય સાથે ચાલવું જરૂર નથી પરંતુ સત્ય સાથે ચાલો એક દિવસ સમય તમારી સાથે ચાલશે. આજના આ જમાનામાં કોઈને ખબર ન પડવા દેતા કે તમે અંદરથી તૂટેલા છો કારણ કે લોકો તૂટેલા મકાનની ઇંટ પણ લઈ જાય છે. દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય પરંતુ આવા લોકોનો સાથ ભગવાન અવશ્ય આપે છે.
રસ્તા કદી પણ બંધ થતા નથી પરંતુ લોકો હિંમત હારી જાય છે. જ્યારે ધન કમાઈએ છીએ ત્યારે ઘરમાં વસ્તુ આવે છે પરંતુ જ્યારે કોઈની દુઆ કમાઈએ ત્યારે ધનની સાથે ખુશી અને પ્રેમ પણ મળે છે. જીવનની કમાણી ધનથી નથી મપાતી પરંતુ અંતિમયાત્રાની ભીડ દ્વારા જાણી શકાય છે કે કમાણી કેવી હતી. જિંદગીમાં જીતવા માટે જીદ હોવી જોઈએ હારવા માટે તો ડર કાફી છે. વિશ્વાસ રાખજો કે તમે કોઈના માટે સારું કરી રહ્યા હશો તો તમારા માટે પણ કોઈ સારું કરી રહ્યું હશે. કર્મ ખૂબ જ ધ્યાનથી કરો કારણ કે ન તો કોઈની દુઆ ખાલી જાય છે કે ન કોઈની બદદુઆ. લોકોની નિંદાથી પરેશાન થઈને તમારો રસ્તો ન બદલતા કારણ કે સફળતા શરમથી નહીં પરંતુ સાહસથી મળે છે. જીવનમાં તમને રોકવા અને ટોકવા વાળું કોઈ હોય તો તેનો આભાર માનજો કારણ કે જે બગીચામાં માળી નથી હોતા તે બગીચા જલ્દી સુકાઈ જાય છે.
સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાવી શકે છે એટલા માટે કદી પણ કોઈનું અપમાન ન કરો કે કોઈને કમજોર ન સમજો. તમે ભલે શક્તિશાળી હોય પરંતુ સમય સૌથી શક્તિશાળી છે. સંબંધો નિભાવવા માટે બુદ્ધિ નહીં પરંતુ દિલની શુદ્ધિ જોઈએ. સત્ય કહો સ્પષ્ટ કહો અને સામે કહો, જે તમારું હશે તે સમજશે અને જે પારકું હશે તે છૂટી જશે. માન અને સન્માનની લડાઈમાં જ્યારે એકલા પડી જાવ તો ચિંતા ન કરતા પરંતુ કોઈના સામે તમારી જાતને તૂટવા ન દેતા કારણ કે જ્યારે તમે પોતાનું સન્માન કરશો ત્યારે જ લોકો તમારું સન્માન કરશે.
કદી પણ કોઈના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરતા કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા વિશ્વાસ ને કાયમ માટે રાખી શકે. તમે દુનિયાને જે આપશો એ જ પાછું વળીને તમને મળશે પછી તે ઈજ્જત હોય કે દગો. મૌન રહેવું એક સાધના છે અને સમજી વિચારીને બોલવું તે એક કલા છે. જે સુખમાં આપે તે સંબંધો હોય છે પરંતુ જે દુઃખમાં સાથ આપે તે ફરિશ્તા હોય છે. જીવનમાં પ્રેમ ફક્ત પોતાના કામ અને ઈશ્વરથી કરો તે કારણ કે બંને કદી દગો નહીં આપે. સંબંધોનો કદી ખોટો ઉપયોગ ના કરતા કારણ કે સારા લોકો જીવનમાં વારંવાર નથી આવતા. પોતાની પ્રશંસા જાતે કરી લેજો કારણકે તમારી નિંદા કરવાવાળી આખી દુનિયા પડી છે.
ત્યાગ કર્યા વગર કંઈ પણ મેળવવું શક્ય નથી કારણ કે એક શ્વાસ લેવા માટે પણ પહેલો શ્વાસ છોડવો પડે છે. જીવનમાં તુફાન આવવું પણ જરૂરી છે કારણ કે ત્યારે જ ખબર પડે છે કે કોણ હાથ છોડીને ભાગે છે અને કોણ હાથ પકડે છે. જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી શકતો નથી તેવા વ્યક્તિથી હંમેશા દૂર રહેજો. તમને જ્યારે કોઈપણ વાતનું અભિમાન આવી જાય ત્યારે સ્મશાનનું એક ચક્કર મારી આવજો તમારાથી સારા લોકો પણ ત્યાં રાખ બનીને પડેલા હશે. કોઈના સામે નમવું સારી બાબત છે કારણ કે તે નમ્રતાની ઓળખાણ છે પરંતુ એ યાદ રાખજો પોતાનું આત્મસન્માન ગુમાવીને નમવું પોતાની જાતને ગુમાવવા જેવું છે. જય શ્રી કૃષ્ણ