પેશાબનો રંગ બતાવી દે છે કે તમારા શરીરમાં કયો રોગ છે, લાલ રંગનો પેશાબ આવે તો શું કરવું?

Health

મિત્રો કોઈ પણ વ્યક્તિ જ્યારે પેશાબ કરે છે ત્યારે દરેક વ્યક્તિએ એક વસ્તુ ચોક્કસ નોટીસ કરી હશે તે દરેક વખતે કોઈપણ વ્યક્તિને અલગ અલગ રંગ નો પેશાબ આવે છે સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે પેશાબ કેવી રીતે આવે છે. આપણે જે પણ કંઈ ખાઈએ છીએ એમાંથી જે નકામો તરલ પદાર્થ હોય છે એ નકામા તરલ પદાર્થને અલગ કરીને આપણી કિડની તમામ ખરાબ પદાર્થોને યુરીનરી બ્લેડર માં મોકલી દે છે અને ત્યાંથી પેશાબ શરીરના બહાર નીકળી જાય છે.

જ્યારે પેશાબ કરતી વખતે બિલકુલ હળવા પીળા રંગનો પેશાબ આવે છે ત્યારે સમજવું કે તમારા શરીરના બધા જ અંગો એકદમ બરાબર છે. શરીરના કોઇ અંગમાં કોઈ સમસ્યા નથી. આવા રંગનો પેશાબ સૂચવે છે કે તે વ્યક્તિ એકદમ સ્વસ્થ છે. જો પેશાબનો રંગ ઘાટા પીળા રંગનો હોય તો તેનો મતલબ એ છે કે તમારા શરીરમાં પાણીની કમી છે. અથવા તો શરીરના કોઇ અંગમાં કંઈકને કંઈક પ્રોબ્લેમ તો જરૂર છે. જો ઘાટા પીળા રંગનો પેશાબ વધુ માત્રામાં પાણી પીવા છતા સમગ્ર દિવસ આવે તું સમજી લેવું કે શરીરમાં કોઈ અંગમાં સમસ્યા છે અને શરીરમાં કોઇને કોઇ ઝેરી પદાર્થ બની રહ્યો છે.

જો કોઈ વ્યક્તિને ગાઢ ભૂરા રંગનો પેશાબ આવે છે તો તેનો મતલબ તે વ્યક્તિના લિવરમાં કોઇ સમસ્યા થઈ ચૂકી છે. લીવર માં ઇન્ફેકશન પણ થઈ ગયું હોઈ શકે છે. તેના કારણે પેશાબની સાથે-સાથે થોડું લોહી પણ આવવાનું શરૂ થઈ જાય છે તેનો મતલબ થાય છે કે તે વ્યક્તિના શરીર ની હાલત નાજુક થઈ ગઈ છે. આવા સમયે કોઇપણ જાતનો સમય વ્યતીત કર્યા વગર ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક બની જાય છે.

જો કોઈ વ્યક્તિના પેશાબનો રંગ લાલ રંગનો હોય તો તેનો મતલબ એ થાય છે કે એ વ્યક્તિને કિડની પર અસર થઇ ચૂકી છે. કિડનીને નુકસાન થઈ ગયું હોવાનો સંકેત છે. કોઈ કારણસર કિડનીમાં ઇજા થઇ હોય ત્યારે પણ પેશાબની સાથે લોહી આવે છે અને પેશાબનો રંગ લાલ થઈ જાય છે. જો પેશાબનો રંગ દુધિયા રંગનો હોય તો તેનો મતલબ કે શરીરમાં કોઈ સંક્રમણ ફેલાઈ ગયું છે અથવા તો ઇન્ફેક્શનની અસર આ રંગનો પેશાબ સૂચવે છે. જો પેશાબનો રંગ બિલકુલ પાણી જેવો સાફ હોય તો તેનો મતલબ એ છે કે તમે ખૂબ જ વધારે માત્રામાં પાણી પી લીધું છે અને તે વ્યક્તિ બિલકુલ સ્વસ્થ હોય છે અને તંદુરસ્ત હોય છે, તે વ્યક્તિને કિડની પણ ખૂબ જ સારી રીતે કામ કરી રહી હોવાનો સંકેત હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *