હળદરના આ પ્રયોગો કરી જુવો, માતા લક્ષ્મી પ્રસન્ન રહેશે. જાણો…

Astrology

દરેક લોકો એવું ઇચ્છતા હોય છે એમના ઘરમાં મહાલક્ષમીજીનો વાસ થાય. તેના માટે લોકો મહાલક્ષ્મીજીની પૂજા અર્ચના કરતા હોય છે. આજના યુગમાં લોકો ધન કમાવા ખુબજ મહેનત કરતા હોય છે પણ તેમાં સફળ થતા નથી. માતા લક્ષ્મી તમારા ઘરમાં વસે એ માટે એના માટે ઘણા બધા ઉપાયો હોય છે જેમાંથી અમુક લોકોને ઉપાયો ખબર હોય છે અને અમુક લોકો તેને જાણતા પણ નથી. આવોજ એક સરળ ઉપાય કરવાથી ધનનો લાભ થશે. આ ઉપાય કરવાથી રોડપતિ પણ કરોડપતિ બની જાય છે. તો જાણો આ ઉપાય વિશે.

હળદર આપણા બધાના ઘરમાં હોય છે. હળદર વગર જો રસોઈ બનાવામાં આવે તો એ રંગહીન અને સ્વાદહીન બની જાય છે. હળદર વગર શુભ અને માંગલિક કામ પણ નથી થઇ સકતા. હળદર એવી વસ્તુ છે જે નજર દોષથી તો બચાવે છે સાથે શુભ અને મઁગલનું પ્રતીક છે અને સ્વાસ્થ્ય માટે પણ હળદર લાભદાયી છે. હળદર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીને ખુબજ પ્રિય છે. હળદરનો ઉપયોગ કહેવાથી માતા લક્ષ્મીજીનો ઘરમાં વાસ થાય છે. જો આ પ્રયોગ શુક્રવારના દિવસે કરવામાં આવે તો એ ખુબજ લાભદાયી રહે છે કારણકે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ ગણવામાં આવે છે. હળદરનો આ સરળ ઉપયોગ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને પ્રસન્ન થાય છે.જ્યો તિષ શાસ્ત્રમાં હળદરના ઘણા બધા ઉપાય બતાયા છે.

પીળી હળદર ગુરુગ્રહથી જોડાયેલી હોય છે. ધન રોજગાર વિવાહ અને સંતાન તેમજ ગુરુગ્રહને લગતી સમસ્યાનો દૂર કરવા માટે આ હળદરનો ઉપયોગ થાય છે. હળદરમાં ચુપચાપ એવી એક વસ્તુ ઉમેરવાથી ધનનો વરસાદ થાય છે. જે લોકોના વિવાહમાં મોડું થઇ રહ્યું છે તેવા લોકોએ નાહવાના પાણીમાં પીસેલી હળદર નાખી સ્નાન કરવાથી ઝડપથી વિવાહના યોગ બને છે. જે લોકોના ઘરમાં ખુબજ લડાઈ ઝગડા થાય છે તે લોકોએ રોજ રાતના સમયે એક કોરા કાગળમાં પીસેલી હળદરની પડીકીવાળી પોતાના તાકિયા નીચે મૂકી દેવી અને સવારે તેને એક સાફ જગ્યાએ મૂકી દેવી, એવું ૪૧ દિવસ સુધી પડીકી બનાવી તાકિયા નીચે મુકવા અને ત્યારબાદ તેને વહેતા જળમાં પ્રવાહિત કરી દેવી. આવું કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે. જો તમને નજરદોષ લાગે છે અથવા સ્વાસ્થ્ય સારું રહેતું નથી તો તેવા લોકોએ ઘરના મુખ્ય દરવાજા પર હળદરથી સ્વસ્તિક બનાવી દેવું એવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જાય છે અને માતા લક્ષ્મીજીની કૃપાથી સુખ સમૃદ્ધિ આવે છે.

સવારે પૂજામાં માતા લક્ષ્મીને હળદર અર્પણ કરો અને ચપટી હળદર વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો. આ હળદરનું તિલક માથા ગળા અને કાંડા ઉપર તિલક કરવાથી કાર્ય સિદ્ધિ થાય છે અને તમારા દરેક કાર્ય સફળ થાય છે. વસ્તુ દોષ દૂર કરવા માટે પણ હળદરનો ઉપયોગ થાય છે. તેના માટે તમારે ઘરના મુખ્ય દ્વાર ઉપર સ્વસ્તિક દોરવો અને દરવાજા ઉપર શુભ લાભ લખવું ત્યારબાદ પીળા રંગના કપડામાં હળદર બાંધીને મંદિરમાં મુકવાથી ઘરમાં વાસ્તુદોષ દૂર થાય છે અને સુખ શાંતિ રહે છે. રસોડામાં જે ડબ્બામાં હળદર ભરી છે તેમાં સૂકું લાલ મરચું મૂકવું. જયારે તમે આ પ્રયોગ કરો છો તો ધ્યાન રાખવું કોઈ તમને જોવે નહીં આવું કરવાથી માતા લક્ષ્મી ખુબજ પ્રશન્ન થાય છે. લાલ રંગ માતા લક્ષ્મીને ખુબજ પ્રિય હોય છે. લાલ મરચાની સાથે સાથે હળદરના ડબ્બામાં લીલી ઈલાયચી રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. આવું કરવાથી માતા લક્ષ્મી ખુબજ પ્રસન્ન થાય છે અને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *