મિત્રો, સ્ત્રી તેના જીવનમાં જેને પણ પ્રેમ કરે છે તેના માટે તે પોતાનું સર્વસ્વ સોંપી દે છે. ઘણા પુરુષોની જેમ સ્ત્રીઓનો પ્રેમ બનાવટી કે ટાઇમપાસ પૂરતો હોતો નથી. સ્ત્રીનો પ્રેમ તો એ દરિયો છે જેમાં ડુબવા દરેક પુરુષ તૈયાર હોય છે. સ્ત્રી પોતાના સારા આચરણ અને પવિત્રતા દ્વારા ઘરને સ્વર્ગ બનાવવાનું કામ કરે છે. પરંતુ ઘણી સ્ત્રીઓ આનાથી બિલકુલ વિપરીત હોય છે. કેટલીક એવી પણ સ્ત્રીઓ હોય છે જેમને ઘણા બધા પુરુષો સાથે સંબંધ હોય છે. કેટલીક સ્ત્રીઓ એવી પણ હોય છે જે તેના જીવનમાં કોઈ એક પુરુષની રહી શકતી નથી.
સ્ત્રીને કોઈ પારકા પુરુષ સાથે સંબંધ રાખવા પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. ઘણી સ્ત્રીઓને તેનો પતિ સંતુષ્ટ કરી શકતો નથી તેના કારણે તે પોતાની શારીરિક ભૂખ સંતોષવા માટે પારકા પુરુષનો સહારો લે છે. ઘણીવાર પતિ સતત દૂર રહેતો હોવાથી સમય આપી શકતો નથી અને તેના કારણે પણ એક સ્ત્રી પારકા પુરુષ તરફ આકર્ષાય છે. ઘણી સ્ત્રીઓના શોખ ખૂબ જ ઊંચા હોય છે અને પતિની આવક ઓછી હોય છે. આવી શોખીન સ્ત્રી પોતાના શોખ પૂરા કરવા માટે ઘણીવાર પારકા પુરુષો સાથે સંબંધ બનાવી લે છે.
જો કોઈ પરણિત સ્ત્રી ને કોઈ પારકા પુરુષ સાથે સંબંધ હોય તો તેની સૌથી મોટી નિશાની એ છે કે તે તેના પતિ સાથે કદી પણ માનથી વાત કરશે નહીં. એટલે કે તેના માટે તેના પતિ ની કોઈ જ ઈજ્જત હશે નહીં. બીજી નિશાની એ છે કે તે તેના પતિને નાનામાં નાની વાત પર ઝઘડાઓ કરશે અને ગમે તેમ કરીને પતિથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરશે. આ બે નિશાનીઓ દ્વારા જાણી શકાય છે કે તે સ્ત્રી માટે તેના પતિનું કોઈ જ મહત્વ નથી અને તે કોઈ પારકા પુરુષ સાથે સંબંધ ધરાવે છે. જય શ્રી કૃષ્ણ