જ્યારે પણ એકલા પડી જાઓ, મન દુઃખી હોય તો આ વાંચજો.

Story

મિત્રો, જે લોકો એ કહે છે કે હું ઠીક છું, કઈ થયું નથી. ઘણીવાર એ જ લોકો જ્યારે એકલા પડી જાય છે ત્યારે ખૂબ રડે છે. એક વાત યાદ રાખજો એ માણસને કદી દુઃખ ના આપતા જે તમને દિલથી ચાહે છે નહિતર એક દિવસ એવો આવશે કે દિલ તમારી જોડે હશે પરંતુ દિલથી ચાહવાવાળા લોકો નહીં હોય. ઘણીવાર કેટલાક લોકો મતલબી નીકળે છે તેમના પર આપણે કોઈપણ જાતની શરત વગર પણ અનહદ અને કોઈ પણ જાતના મતલબ વગર આપણું બધું જ લુટાવી દઈએ છીએ. એક વાત યાદ રાખજો મિત્રો દરેક વ્યક્તિને દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો, ઘણી બધી જગ્યાએ આપણા દિલને મોટું કરવું પડે છે અને ઘણું બધું નજર અંદાજ પણ કરવું પડે છે કારણ કે દરેક વ્યક્તિ તમને સમજી નથી શકતો અને દરેકને તમે સમજાવી પણ નથી શકતા.

ઘણીવાર તમે કંઈપણ કર્યા વગર દુનિયાને ખોટા લાગો છો, તમારો કોઇ જ વાંક હોતો નથી થતા તમે ખોટા સાબિત થાવ છો કારણ કે તમે એ નથી કરતા જે લોકો ઇચ્છે છે. આ દુનિયામાં બધું જ ઠીક થઈ જશે જો લોકો એકબીજા વિશે નહીં પરંતુ એકબીજા સાથે બોલતા શીખી જાય તો. આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે કે જ્યારે કોઈની જિંદગીમાં નવા લોકો આવી જાય છે ત્યારે તેઓ જૂના લોકોનું મહત્વ ભૂલી જાય છે. ધ્યાન રાખજો તમારા કારણે કોઈની આંખોમાં આંસુ ન આવે કારણકે આંસુ માણસના હોય તે કોઈ પ્રાણી ના હોય પરંતુ તે બહાર ત્યારે જ આવે છે ત્યારે દિલમાં ખૂબ જ દર્દ થાય છે.

જે લોકોને સંબંધોની કદર હોય છે તે લોકો મનાવવાથી માની જાય છે પરંતુ જે લોકોને સંબંધોની કિંમત જ નથી હોતી એ તમારી સાથે નાનીનાની વાતો માટે પણ સંબંધ તોડી દે છે. એટલે એવા લોકોની પરવાહ કરવાનું છોડી દો. વિશ્વાસ અને પ્રેમ બંને એવી વસ્તુ છે જો થઈ જાય તો તૂટતો નથી અને જો તૂટી જાય તો ફરીથી થતો નથી કારણ કે બંનેમાંથી એક પણ ને જબરજસ્તી કરી શકાતો નથી. જો તમારે સુખી રહેવું હશે તો મતલબી લોકોને નજર અંદાજ કરીને જીવવું પડશે. સારા લોકોમાં એક ખાસ વાત હોય છે કે તેઓ ખરાબ સમયમાં પણ સારા જ રહે છે નહિતર ખરાબ માણસો ખરાબ સમય આવતા તેમનું બધું જ સારાપણું ગાયબ થઈ જાય છે.

જે માણસ પોતાના દિલની ભાવનાઓ ખીલ લડવાનું શીખી જશે સમજીલો તે જિંદગી જીવવાનું શીખી ગયો. અરે આ દુનિયાની વાતો થી દુઃખી થવાનું છોડી દો કારણકે દુનિયાવાળા લોકો તમારી એક નાનકડી ભૂલ પર પણ તમને પારકા બનાવી દેશે. એક વાત યાદ રાખો કોઈ એક વ્યક્તિ સાથે તમારા દિલની બધી જ ભાવનાઓને ના જોડશો કારણ કે જો એ ચાલ્યો જશે ને તો પછી તમારી પાસે કંઈ જ નહીં વધે. એક વાત હંમેશા યાદ રાખજો કે કદર એવા લોકોની કરજો જે તમને કોઈપણ જાતના મતલબ કે સ્વાર્થ વગર પ્રેમ કરે છે કારણ કે દુનિયામાં તમારી સંભાળ રાખવા વાળા ઓછાં અને તકલીફો આપવાવાળા ખૂબ વધારે મળે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *