આખા પરિવારને બરબાદ કરી દે છે સ્ત્રીઓની આ 3 ગંદી આદતો

Astrology

મિત્રો, સ્ત્રીઓ તેમની પોતાની જ કેટલીક ગંદી આદતોના કારણે પોતાની જાતને અને તેમના આખા પરિવારને મુસીબતમાં નાખી દે છે. તેમની આ આદતોને કારણે આખા પરિવારનું જીવન નર્ક બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં સ્ત્રીઓનું ખૂબ જ મહત્વ હોય છે. પરંતુ સ્ત્રીઓની આ ત્રણ ગંદી આદતોના કારણે તે હંમેશા મુશ્કેલીમાં ફસાઈ જાય છે. સ્ત્રીઓની સૌથી પહેલી ગંદી આદત એ છે કે તેઓ પોતાની બીમારી ની પરવાહ કરતી નથી. સ્ત્રીઓ હંમેશાં પોતાની બીમારીને છુપાવે છે. તબિયત સારી ન હોવા છતાં તે તેમના પતિ અને પરિવારને તેની જાણ કરતી નથી. પોતે બધું દુઃખ સહન કર્યા કરે છે. લાંબા સમય સુધી તેનો ઈલાજ ન થવાને કારણે તે સ્ત્રીને બીમારી ઘેરી લે છે અને જેના કારણે તે પોતે મુશ્કેલીમાં ફસાય છે અને આખા પરિવારને પણ ચિંતામાં મૂકી દે છે.

સ્ત્રીઓની બીજી ગંદી આદત એ છે કે તેમને કોઈ વાત નાપસંદ હોય તો પણ મજબૂરીથી તે હા ભરી દે છે. સુખી પારિવારિક જીવન માટે એ જરૂરી છે કે પતિ પત્ની એકબીજાના નિર્ણયને સન્માન આપે. પરંતુ કોઈ બાબત એવી હોય કે જે પરિવાર માટે યોગ્ય ન હોય તેની અસંમતિ દર્શાવી જોઈએ પરંતુ વિવાદ ના થાય એટલા માટે સ્ત્રીઓ હંમેશા પતિની હા માં હા મિલાવે છે અને તેનો તેમને પાછળથી પસ્તાવો થાય છે. ચાણક્ય કહે છે કે ભલે પુરુષ હોય કે પછી સ્ત્રી પરિસ્થિતિ અનુરૂપ પોતાની વાત અવશ્ય રાખવી જોઈએ. કારણ કે તમારી વાતથી કોઈ ખોટો નિર્ણય લેતા બચી શકાય છે.

જૂઠું બોલવું એ સ્ત્રીઓને ત્રીજી સૌથી મોટી ગંદી આદત છે. મોટાભાગની સ્ત્રીઓની જુઠ્ઠું બોલવાની વધુ ટેવ હોય છે. સ્ત્રીઓ પોતાના જુઠામાં પોતે જ ફસાઈ જાય છે. જૂઠું બોલવાથી ક્ષણિક સુખ મળી શકે છે પરંતુ જ્યારે સત્ય સામે આવે છે ત્યારે પરિવારની ખુશીઓ ઉપર ગ્રહણ લાગી જાય છે અને આ વાત પુરુષો પર પણ લાગુ પડે છે. આચાર્ય ચાણક્ય દ્વારા કહેવામાં આવેલી આ ત્રણ ગંદી આદતો દ્વારા સ્ત્રીઓ હંમેશા મુસીબતમાં ફસાઈ જાય છે અને સાથે પોતાના પરિવારને પણ બરબાદ કરી દે છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *