જો તમને મળે આ ૧૦ સંકેત તો સમજી લેજો મૃત્યુ તમારી નજીક છે

Astrology

મિત્રો, દરેક વ્યક્તિનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ લોકો આ અટલ સત્યને સ્વીકારવા તૈયાર નથી. જ્યારે લોકો કોઈના અગ્નિસંસ્કારમાં સામેલ થાય છે ત્યારે જ તેમને થોડો અહેસાસ થાય છે કે આપણે પણ લાઇનમાં ઊભા છીએ. મૃત્યુ જ્યારે તમારા દરવાજા પર દસ્તક આપે છે ત્યારે કેટલાક સંકેતો આપે છે. ભલે મૃત્યુ ગમે તે રીતે થાય પરંતુ તેની પ્રક્રિયા છ મહિના પહેલા શરૂ થઈ જાય છે. મૃત્યુનો અહેસાસ તે વ્યક્તિને છ મહિના પહેલા જ થઈ જાય છે. મૃત્યુની આહટ સૌથી પહેલા મગજને નહીં પરંતુ નાભિને થાય છે. એટલે કે મૃત્યુની સૌથી પહેલી ખબર નાભીચક્રને પડે છે.

નાભી ચક્ર એક દિવસમાં તૂટતું નથી. તેની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે. જેમ જેમ નાભિ ચક્ર તૂટતું જાય છે તેમ તેમ મૃત્યુના બીજા લક્ષણો દેખાવા લાગે છે. સમુદ્ર શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે હથેળીની રેખાઓ અસ્પષ્ટ દેખાવા લાગે છે. જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય તેને તેની આસપાસ કેટલાક પડછાયા હોવાનો અહેસાસ થયા કરે છે. આવા વ્યક્તિને તેના પૂર્વજ અને ઘણા મૃત વ્યક્તિઓ દેખાવા લાગે છે. સપના ઘણીવાર ભવિષ્યમાં થવાવાળી ઘટનાઓનો સંકેત આપતા હોય છે. મળનાર વ્યક્તિને છ મહિના પહેલેથી જ અશુભ સપનાઓ આવવા લાગે છે.

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે મનુષ્યનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેની નજર કમજોર થઈ જાય છે. તેને યમદૂત નજર આવવા લાગે છે. જેનું મૃત્યુ નજીક છે તેવા વ્યક્તિની આંખો સામે વારંવાર અંધારું છવાઈ જાય છે. જેનું મૃત્યુ નજીક આવી ગયું છે તેવા વ્યક્તિને ચંદ્રમા તિરાડ દેખાય છે એટલે કે તે વ્યક્તિને એવું લાગે છે કે ચંદ્રના બે ટુકડા થઈ ગયા છે. જે વ્યક્તિનું મૃત્યુ નજીક આવી ગયું હોય તેને પોતાનો પડછાયો દેખાવાનો બંધ થઈ જાય છે. ઘણા લોકોને મૃત્યુ નજીક આવતા પડછાયામાં તેમનું માથું દેખાતું નથી. મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી અજીબ ગંધ આવવા લાગે છે. તેને મૃત્યુગંધ કહેવામાં આવે છે.

મૃત્યુ નજીક આવતા વ્યક્તિને દર્પણમાં તેના ચહેરાના બદલે કોઈ અન્ય વ્યક્તિનો ચહેરો દેખાવાનો ભ્રમ થવા લાગે છે. જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર અગ્નિ અને સૂર્યમાંથી ઉત્પન્ન થવા વાળા પ્રકાશને પણ જોઈ શકતો નથી તો તેવા વ્યક્તિનું મૃત્યુ ખૂબ જ નજીક હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પાણીમાં કે દર્પણમાં તેનો પડછાયો ન જોઈ શકે અથવા તો તેનો પડછાયો વિકૃત દેખાવા લાગે તો તે વ્યક્તિ પાસે ફક્ત છ મહિનાનું જીવન વધ્યું હોય છે. જે વ્યક્તિનો શ્વાસ એકદમ ટૂંકો ચાલી રહ્યો હોય અને તેને મનની શાંતિ ન મળતી હોય તો તેનું બચવું ખૂબ જ મુશ્કેલ છે. જ્યારે તમે ઘરમાંથી નીકળો ત્યારે કોઈ કૂતરું તમારી પાછળ ચાલવા લાગે અને આવું ત્રણ ચાર દિવસ સુધી સતત થાય તો તમારે સતર્ક થઈ જવાની જરૂર છે. આ 10 સંકેતો દ્વારા કોઈપણ વ્યક્તિ જાણી શકે છે કે તેનું મૃત્યુ હવે નજીક છે. જય શ્રી કૃષ્ણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *