ધનવાન બનવા માટે રાવણે બતાવ્યા છે 3 ગુપ્ત રહસ્ય.

Astrology

મિત્રો, રાવણ એક દાનવ હતો છતાં એક મહાન વિદ્વાન પણ હતો. રાવણ રાવણ સહીંતાની રચના કરી હતી. રાવણ જાણતો હતો કે મંત્રોમાં ખૂબ જ શક્તિ રહેલી હોય છે. મંત્ર જાપ તથા સાધના દ્વારા રાવણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. રાવણ ભગવાન શિવના પરમ ભક્ત હોવાની સાથે મહાન તાંત્રિક અને જ્યોતિષનું જ્ઞાન રાખતા હતા. રાવણ સંહિતામાં રાવણે કેટલાક એવા ઉપાયો વિશેનો ઉલ્લેખ કર્યો છે જેને કરીને કોઈ પણ વ્યક્તિ ધન મેળવી શકે છે. રાવણે નવ ગ્રહોને પોતાની તંત્ર વિદ્યા વડે પોતાની મુઠ્ઠીમાં કરી લીધા હતા. રાવણ રાવણ સંહિતામાં સૌથી શક્તિશાળી અને સરળ ઉપાયો બતાવ્યા છે તેના વિશે આપણે જાણીશું.

રાવણ અનુસાર જ્યારે ધન પ્રાપ્તિ માટેનો કોઈ રસ્તો ન સુજે, મહેનત કરવા છતાં નુકસાન જ પ્રાપ્ત થતું હોય, આર્થિક સ્થિતિ જ્યારે ખૂબ જ દયનીય બની જાય તેવી પરિસ્થિતિમાં આ એક પ્રયોગ કરવો જોઈએ. એક ત્રાજવામાં તમારે બેસી જવાનું છે અને બીજી બાજુ તમારા વજન જેટલા જ ચોખા તોલવાના છે. તમારા વજન જેટલા જ બરાબર ચોખા થઈ જાય ત્યારે તે ચોખા ગરીબો કે બ્રાહ્મણોમાં વહેંચી દેવાના છે. ચોખા માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. આ પ્રયોગથી તમારી ગરીબી દૂર થઈ જશે, દેવું થઈ ગયું હશે તો તેનો ભાર ઊતરી જશે. ગ્રહોના દોષ દૂર થશે એટલે કે જીવનની કોઈપણ સમસ્યા હશે આ પ્રયોગથી અવશ્ય દૂર થઈ જશે.

લંકા પતિ રાવણ અનુસાર અને પ્રાચીન શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી અને કુબેરનીને દરરોજ એક મુઠ્ઠી ધાણા ભેટ કરવાથી વ્યક્તિ એક રાજ્ય જેટલો ધનવાન બની જાય છે. ધનતેરસના દિવસે ધાણા ખરીદીને અવશ્ય ઘરમાં લાવવા જોઈએ.સોનપત્તી નામનો એક છોડ હોય છે. સોનપતીનું એક પાન પ્રત્યેક સોમવારે કે શુક્રવારે તેના પર થોડું અત્તર લગાવીને માતા લક્ષ્મી કે ભગવાન શંકરને ભેટ કરવા જોઈએ. આ પ્રયોગ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે અને ભગવાન શંકર પ્રસન્ન થાય છે. શંકર ભગવાન પ્રસન્ન થઈ જાય અને માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો પછી ઘરમાં કદી પણ ધનની ખોટ પડતી નથી. શુક્રવારના દિવસે સોનપત્તી લાવીને ઘરની ધન પેટીમાં રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની જાય છે. ઘરમાં ધન આવવાના પ્રત્યેક માર્ગ ખુલી જાય છે. પરંતુ ધ્યાન એટલું રાખવાનું છે તે સોનપતિનું આ પાન લીલું હોવું જોઈએ સુકાયેલું હોવું જોઈએ નહીં. આ પ્રયોગથી ઘરમાં કરવામાં આવે તે ઘરમાં કદી પણ ધનની ખોટ પડતી નથી. હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *